________________
ચારિત્રના અધિકારીના વિષયમાં બે વિભાગે કરવામાં આવ્યા છે. એક સર્વવિરતિ, બીજુ દેશવિરતિ. પૂર્વે વર્ણન કરેલ પાંચ મહાવ્રત રૂપે મૂલગુણ અને આઠ પ્રવચન માતા રૂપે ઉત્તર ગુણને જે પૂર્ણ રીતે પાળી શકે તે સર્વવિરતિ કહેવાય છે. આ સર્વવિરતિ ત્યાગીઓથી જ બની શકે છે. પરંતુ તે પ્રમાણે જેઓ પૂર્ણ આદર કરવા માટે સર્વથા સમર્થ નથી તેવા છે પણ સાધુધર્મમાં પ્રેમવાળા બની તે સ્થિતિ મેળવવા માટે અને પિતાની યોગ્યતામાં વધારે કરવા માટે દેશવિરતિને આદર કરે છે. સર્વ વિરતિને અમુક અંશે આદર કરે તેનું નામ દેશ વિરતિ છે. તેને ગૃહસ્થનો ધર્મ અથવા શ્રાવકધર્મ તરીકે ઓળખાવવામાં આવે છે. ચારિત્રમાં પ્રીતિ હોવા છતાં અશક્તિના કારણે તેને સર્વાશે ન આચરી શકતા ગૃહસ્થ તેને અલ્પ અંશે આચરીને પણ કમે ક્રમે કલ્યાણના ભાગી બની શકે છે.
આ દેશવિરતિરૂપ ચારિત્ર (શ્રાવક ધર્મરૂપ અણુવ્રતના પાલન)ના મૂલમાં પણ “ન્યાય સંપન્ન વિભવ' આદિ નીતિ માગનુસારીના પાંત્રીસ ગુણેના પાલનની જરૂર છે તે પાંત્રીસ ગુણોને જીવનમાં ઉતારવાની જેઓ કાળજીવાળા હોય છે તેવા ગૃહસ્થ ગૃહસ્થયેગમાર્ગના અધિકારી બની શકે છે.
૧ શ્રાવક ધર્મનું વિશેષ વર્ણન આજ પુસ્તકના પાંચમા પ્રકરણપૃષ્ઠ ૨૫૦ થી વિસ્તારથી કરવામાં આવ્યું છે
૨ માર્ગાનુસારીના પાંત્રીસ ગુણનું વિશેષMAA " શરૂઆતમાં આપવામાં આવ્યું છે. જુઓ પ્રકરણ પહેલું પૂછ પ થી ૪૯