________________
પ૨૮
બ્રહ્મચર્ય વ્રત. દિવ્ય કે સ્કૂલ શરીર સાથે મન, વાણી, કાયાથી, તેમજ કરવું, કરાવવું કે અનુમતિ આપવી એમ અઢાર પ્રકારથી કામ ભેગને ત્યાગ કરે તેનું નામ બ્રહ્મચર્ય નામનું ચોથું મહાવત છે.
અપરિગ્રહ વ્રત, સર્વ પદાર્થોમાં આસક્તિને ત્યાગ તેનું જ નામ અપરિગ્રહ છે. કારણ કે પદાર્થોને ત્યાગ કર્યો હેય પણ જે આસક્તિને ત્યાગ ન કર્યો હોય તે વસ્તુ પાસે ન હોય તે પણ મનમાં અનેક વિકલ્પ ઉત્પન્ન થાય છે.
અહિંસાદિ વતની પાંચ પાંચ ભાવનાઓ. મને ગુપ્તિ, એષણ સમિતિ, આદાન સમિતિ, ઈર્ષા સમિતિ અને અન્ન પાન જોઈને ગ્રહણ કરવું આ પાંચ ભાવનાઓ વડે બુદ્ધિમાન મનુષ્યએ અહિંસા વ્રતને ભાવિત કરવું.
હાસ્ય, લેભ, ભય અને ક્રોધને ત્યાગ કરવા વડે, અને નિરંતર વિચાર પૂર્વક બોલવા વડે સત્ય વ્રતને ભાવિત કરવું.
બરાબર વિચાર કરીને અવગ્રહની યાચના કરવી, વારંવાર અવગ્રહની યાચના કરવી, આટલે જ અવગ્રહ વાપરીશું એમ નિશ્ચય કરી તેટલ અવગ્રહ રાખવે, સ્વધર્મીએ પાસેથી અવગ્રહની યાચના કરવી અને અન્નપાન આસન વિગેરે ગુરૂની આજ્ઞા મેળવીને વાપરવા એ પાંચ અસ્તેય વતની ભાવનાઓ છે.
સ્ત્રી, નપુંસક અને જનાવરવાળાં ઘર, આસન તથા