________________
૫૩૪
બતાવેલ સ્થળામાંથી કોઈપણ એક સ્થળે મનને લાંબે વખત
સ્થાપન કરનાર પુરૂષના અનુભવમાં એગમાર્ગની ઘણી પ્રતીતિઓ ઉદ્ ભવે છે.
(૭) ધ્યાન. ધારણા પછી યોગશાસ્ત્રમાં ધ્યાનનો અધિકાર આવે છે. ધ્યાન કરવા ઈચ્છનારે સૌથી પ્રથમ ધ્યાતા (ધ્યાન કરનાર) ધ્યેય અને ધ્યાન એ ત્રણનું સ્વરૂપ જાણવું જોઈએ. તેથી તેને અહી રજુ કરીએ છીએ.