________________
પર
તેવી જ રીતે સંક્ષેપથી કે વિસ્તારથી બાધ થવે તેને વિદ્વાન પુરુષે સમ્યગૂજ્ઞાન કહે છે.
દશનોગ. શ્રી જિનેશ્વર ભગવાનના કહેલા તત્વોને વિષે રૂચિ થવી તેને જ્ઞાનીઓ સમ્યક્ શ્રદ્ધા કહે છે. આ શ્રદ્ધા સ્વાભાવિક રીતે યા ગુરુના ઉપદેશથી થાય છે.
ચારિત્ર ચોગ. સર્વ પાપવાળી, મન, વચન, કાયાની પ્રવૃત્તિઓને ત્યાગ કરે તેને ચરિત્ર કહેવામાં આવે છે. અહિંસાદિ પાંચ મહાવ્રતના ભેદ અનુસાર તેના પાંચ પ્રકાર છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ. એક એક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. એ ભાવનાઓ વડે ભાવિત કરેલા મહાવ્રત પરમ મુક્તિને માટે થાય છે.
અહિંસા વ્રત, પ્રમાદના કારણથી ત્રસ જેનું અને સ્થાવર જીવનું જીવિતવ્ય નાશ ન કરવું તેનું નામ અહિંસા નામનું પ્રથમ મહાવ્રત છે.
સત્ય વ્રત. બીજાને પ્રિય લાગે તેવું હિતકારી અને સત્ય વચન બોલવું તે સત્ય નામનું બીજું મહાવ્રત છે, જે વચન સત્ય હોવા છતાં અપ્રિય અહિતકાર હોય તે સત્ય નથી.
અસ્તેય વ્રત, માલિકે આપ્યું ન હોય ત્યાં સુધી . તેનું કાંઈ ન લેવું, એ અસ્તેય અથવા અચૌર્ય નામનું ત્રીજું મહાવ્રત છે. ધનાદિ પદાર્થો એ મનુષ્યના બાહ્ય પ્રાણુ જેવા છે, તે ધનાદિ હરણ કરવાથી તેના પ્રાણ જ હરી લીધા એમ કહી શકાય.