________________
પર૪
ભગવાન મહાવીર આપણા હૃદયમાં બિરાજમાન ન થાય ત્યાં સુધી આંતર કલેશેાની અપાર અને ભયંકર ભંગજાળમાંથી શી રીતે મુક્ત અની શકાય ? અનંત દુઃખથી મુક્ત થવા માટે અને આન્તરશાન્તિની પ્રાપ્તિ માટે તે સિવાય બીજો ઉપાય નથી.
ભગવાન મહાવીરનું કરુણાતત્ત્વ બહાર લાવવાની સર્વકાળ કરતાં આજના વિષમકાળમાં વધુ જરૂર છે, કારણ કે એમાં જ સમગ્ર જગતનું પરમહિત સમાયેલું છે.
ચેગશાસ્ર બનાવવાના આધાર : ચોથા ક્ષેાકમાં આચાય શ્રી જણાવે છે કે સિદ્ધાંત રૂપ સમુદ્રમાંથી કેટલેક ભાગ લઈ ને, કેટલાક ભાગ સદ્ગુરુની પર’પરાથી મેળવીને અને કેટલેાક ભાગ મને પેાતાને જે અનુભવ થયા છે તે, એમ ત્રણ આધાર મેળવીને આ ચેગશાસ્ત્ર ખનાવુ છું. કાઈપણ વસ્તુને પ્રામાણિક બનાવવા માટે તેના કહેનારા તેને સ્વીકારનારા અને તે વસ્તુનુ નિરવઘ સ્વરૂપ આ ત્રણની શુદ્ધિ બતાવવી પડે છે, આ શાસ્ત્રને કહેનારા અવિચ્છિન્ન પરપરા પ્રાપ્ત મહાજ્ઞાની, અનુભવી અને ચેાગી મહાપુરુષ છે, તેને સ્વીકારનાર પરમાત કુમારપાલ જેવા વિવેકી સત્પુરુષા છે, અને તેમાં બતાવેલ ચાગનામા હેતુ સ્વરૂપ અને અનુષધ એમ ત્રણ પ્રકારે શુદ્ધ છે. આગમ, સદ્ ગુરૂઓની પર પરા અને આચાય શ્રીનાં સ્વાનુભવ, એમ ત્રણ રીતે આ ગ્રન્થ કસેાટીમાંથી પસાર થયેલા છે તેથી આ ગ્રન્થ સનાને માનનીય છે.