________________
આ ધર્મને જ પ્રભાવ છે. અગ્નિ તિઓં બળતું નથી, અને વાયુ ઉચે વાત નથી, તેમાં અચિજ્ય મહિમાવાળો ધર્મજ કારણ છે. વિશ્વના આધારભૂત પૃથ્વી નિરાલંબ અને નિરાધાર રહે છે, તેમાં ધર્મ વિના બીજું કારણ નથી. ધર્મની આજ્ઞાથીજ જગતમાં સૂર્ય અને ચંદ્ર દુનિયાના ઉપકાર માટે ઉદય પામે છે. બબ્ધ રહિતને બધુ, મિત્ર રહિતને મિત્ર, અનાથને નાથ અને સર્વ જગત ઉપર વત્સલતા રાખનાર ધર્મ જ છે. જેઓએ ધર્મનું શરણ કરેલું છે, તેમનું રાક્ષસ, યક્ષ, સર્પ, વાઘ, અજગર, અગ્નિ અને ઝેર વિગેરે બુરું કરવાને સમર્થ થતા નથી. નરક રૂપ પાતાળમાં પડવાથી પ્રાણીઓનું રક્ષણ કરનાર ધર્મ છે અને ધર્મજ નિરૂપમ સર્વજ્ઞને વૈભવને આપે છે.
૧૧ લેક ભાવના. કેડે હાથ મૂકીને પહેળા પગ રાખી ઉભેલા પુરૂષ જેવી આકૃતિવાળા તથા સ્થિતિ, ઉત્પત્તિ
અને વિનાશ સ્વરૂપવાળા દ્રવ્યથી પરિપૂર્ણ લેકના સ્વરૂપનું ચિન્તવન કરવું. ત્રણ જગતથી વ્યાપ્ત આ લેક છે, તેમાં નીચે સાત પૃથ્વીઓ, મહાબળવાન ઘોદધિ, મહાવાયુ અને તનુવાયુથી વીંટાયેલી છે. નીચેના ભાગથી ત્રાસન જે, મધ્યભાગથી ઝાલર છે અને ઉપરના ભાગથી મુરજ જે આ લેક એવી આકૃતિ વાળો] છે. આ લેક કેઈએ બનાવેલ નથી અને કેઈએ ધારી રાખેલે પણ નથી. પરંતુ સ્વયંસિદ્ધ આકાશમાં (સ્વભાવથીજ) નિરાધાર રહેલે છે.
૧૨ બેધિદુર્લભ ભાવના. અકામ નિર્જરા રૂપ