________________
૫૧૪
પ્રવીણતા પ્રાપ્ત કર્યા વિના સાચા નિશ્ચયની કદી પણ પ્રાપ્તિ થતી નથી.
હંમેશાં અસદારભમાં રહેલાઓને વ્યવહાર ક્રિયા ખૂબ જ ઉપયોગી છે. વૃત્તિઓમાં રહેલી સ્કૂલ મલિનતાએને ઉત્તમ વ્યવહારવાળા દાન, તપ, જપ, વંદન, પૂજન, દયા, પ્રતિકમણ આદિ કિયાઓથી દૂર કરી શકાય છે, જ્યારે મનમાં રહેલી સૂક્ષમ મલિનતાને વિવેક દષ્ટિવાળા વિચારથી વિશુદ્ધ કરી શકાય છે.
કિયા માર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્યને પિતાના મન, વચન અને કાયાને વ્રત, તપ, જપ આદિ યમ, નિયમોમાં અહર્નિશ પ્રવર્તાવવા પડે છે અને જ્ઞાન માર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્યને ક્રિયા માર્ગમાં દઢતા થયા પછી અહેનિશ આત્મપગમાં તત્પર રહેવું પડે છે.
જે ભૂમિકામાં જે ઘટે નહિ તે જ કરે છે તે ભૂમિકાને સહેજે ત્યાગ થાય છે.
સિદ્ધાંતમાં જ્યાં નિશ્ચયધર્મનું વર્ણન છે, ત્યાં નિશ્ચયધર્મને આદર કરવા માટે છે પણ વ્યવહાર ધર્મના ખંડન માટે નથી, તેમ વ્યવહાર ધર્મનું વર્ણન છે ત્યાં વ્યવહાર ધર્મના આદર માટે છે પણ નિશ્ચય ધર્મના ખંડના માટે નથી. વ્યવહાર અને નિશ્ચયની ગૌણતા–મુખ્યતા પ્રત્યેક જીવન અધિકાર પ્રમાણે જાણવી. સાપેક્ષ બુદ્ધિએ સર્વ સત્ય છે.