________________
અધિક ગુણવતેનું બહુમાન, પાપની જુગુપ્સા, અતિ ચારની આલોચના, વ્રતમાં લાગેલા દેષની ગહ, દેવ ગુરૂની ભક્તિ અને ઉત્તરગુણની શ્રદ્ધા તથા લીધેલા નિયમોને હમેશાં સંભારવા, આ બધા કારણે વડે શુભ ક્રિયા અત્યંત ગુણ કરનારી છે, તેનાથી ઉત્પન્ન થયેલા ભાવને નાશ થતો નથી અને નહિ ઉત્પન્ન થયેલા ભાવને પણ શુભ ક્રિયા ઉત્પન્ન કરે છે. ' લાપશમિક ભાવે વર્તતાં તપ, સંયમ અનુકૂલ જે કિયા કરાય છે, તે કિયાવડે શુભ ભાવથી પડી ગયેલાને પણ તે ભાવની ફરીથી વૃદ્ધિ થાય છે. તે હેતુથી ગુણની વૃદ્ધિ કરવા માટે અથવા ગુણથી પડી ન જવાય તે માટે ક્રિયા કરવી જરૂરી છે. એક સંયમ સ્થાન તે માત્ર કેવલ. જ્ઞાનને જ સ્થિર રહે છે.
ભવ્ય જીવ વચનાનુષ્ઠાનથી નિર્વિકલ્પ સમાધિરૂપ અસંગ ક્રિયાની ગ્યતાને પ્રાપ્ત થાય છે અને તે અસંગ કિયા આ જ્ઞાન અને કિયાની અભેદ ભૂમિકા છે. કારણ કે અસંગ ભાવ૫ કિયા શુભ ઉપગ અને શુદ્ધ વિહ્વાસની સાથે તન્મયતા ધારણ કરે છે. વળી તે સ્વાભાવિક આનંદરૂપ અમૃતરસથી ભીંજાયેલી છે.
પિતાના શુદ્ધ આત્માને મૂકીને કેઈ સ્થળે, કેઈકાળે કે કેઈપણ પ્રકારે શુદ્ધ નિશ્ચય નય બીજાને સ્પર્શ કરતે નથી; છતાં વ્યવહારનું આલંબન લઈ નિશ્ચયમાં પહોંચે છે. આમ વ્યવહારના આલંબનને લઈ નિશ્ચય વર્તાતે હોવાથી જ