________________
પ૧૨
અને પરસ્વરૂપમાં આત્મસ્વરૂપને ભ્રમ. આ બે દે જીવમાં એવા જડ ઘાલીને બેઠા હોય છે કે, તે જ્યારે જ્ઞાનને મહિમા સાંભળે છે, ત્યારે કિયામાં આળસુ બની જાય છે અને જ્યારે ક્રિયાને મહિમા સાંભળે છે ત્યારે જ્ઞાન પ્રત્યે ઉપેક્ષા ભાવવાળ બની જાય છે. જીવનની આવી અશુદ્ધ દશામાં જ્યારે તેને જેવા ઉપદેશકને સાગ મળે છે, ત્યારે તે તેવા દેષવાળે બની જાય છે. એવી દશામાં તેની શુદ્ધિ થવી તે દૂર રહી જાય છે, કિન્તુ અનાદિકાળથી લાગેલા એક યા બીજ દોષની અધિક ને અધિક પુષ્ટિ થવાથી વધારે ને વધારે અશુદ્ધ થતું જાય છે. જ્યારે તેને શુદ્ધ ઉપદેશક ગુરુ મળે અને બેમાંથી એક પણ દેષ પુષ્ટ ન થઈ જાય, તેની સાવધાનીપૂર્વક ઉપદેશ આપે, ત્યારે તે જે સચેતન હોય તે જ્ઞાન અને ક્રિયા ઉભયની સાધના કરનારો થાય અને અશુદ્ધિને નાશ કરી શુદ્ધ દશાને પામી શકે.
જ્ઞાન અને કિયા એ બેના સુમેળથી જ મુક્તિ થાય છે એ વાત સમજવા માટે નીચેના સિદ્ધાંતસારગર્ભિત. વાક્ય પણ આત્માર્થી જીવને ખૂબ ઉપગી હોવાથી અહીં નીચે રજુ કરીએ છીએ.
જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વ મુમુક્ષુઓ પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયના આશ્રય વડે પામ્યા છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ હોતી નથી.