________________
૫૧૦
ચિંતામણિના સ્વરૂપને જાણનારે છે એમ કહેવાય નહિ. તેમ અશુદ્ધ અવસ્થામાં રહેલે જીવ અશુદ્ધ અવસ્થાનાં દુઃખને અને શુદ્ધ અવસ્થાનાં સુખને ખરેખર જાણતા હોય, તે અશુદ્ધ અવસ્થા ટાળીને શુદ્ધ અવસ્થા મેળવવાનાં ઉપાયમાં પ્રવૃત્તિ કર્યા સિવાય રહી શકે જ નહિ. એ ઉપાયનું નામ જ ક્રિયા છે. તથા શુદ્ધ અને અશુદ્ધ અવસ્થાના સ્વરૂપનું સાચું ભાન તેનું નામ જ જ્ઞાન છે.
આત્માની શક્તિઓને એક સરખો વિકાસ સાધ્યા વગર કોઈપણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ. એની શક્તિઓ મુખ્ય બે છે. એક ચેતના અને બીજું વીર્ય. એ બને શક્તિઓ પરસ્પર એવી સંકળાયેલી છે કે એમના વિના બીજાને વિકાસ અધુરો જ રહી જાય છે, જેથી બને શિક્તિઓ સાથે જ આવશ્યક છે. ચેતનાને વિકાસ એટલે જ્ઞાન મેળવવું અને વીર્યને વિકાસ એટલે જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. તાત્પર્ય એ છે કે જ્ઞાન એ ચેતનાની વિશુદ્ધિ રૂપ છે અને ક્રિયા એ વિયેની વિશુદ્ધિ રૂપ છે. જ્યારે ચેતના અને વીર્ય એ બન્નેની સંપૂર્ણ વિશુદ્ધિ થાય છે, ત્યારે જ સર્વસવર રૂપ મેક્ષ થાય છે. એ રીતે જ્ઞાન અને કિયા એ બનેના સુમેળથી મોક્ષ થાય છે. તે બનેમાંથી એકને પણ નિષેધ કરનાર મોક્ષને સાધક થઈ શકતું નથી. જ્ઞાન અને ક્રિયા એ બને જીવનના છેડાઓ છે, તે છુટા છુટા હોય ત્યાં સુધી કાર્યસાધક ન બને પણ એ બને છેડાઓ સાથે ગોઠવાય તે જ ફળસાધક બને.