________________
૪૯૮
કરતાં પારકાના સુખની કિંમત ઘણું વધારે છે, એ વસ્તુ સમજાયા વિના સાચી પ્રમોદ ભાવના પ્રગટી શકતી નથી. ગુણબહુમાનથી નિત્ય નવીન નવીન ગુણોની પ્રાપ્તિ થાય છે, તેથી ગુણને અથી ગુણ અને ગુણેનું સન્માન કે બહુમાન ક્ય સિવાય રહી શક્તા નથી. જે પિતા સિવાય બીજાના ગુણને જાતે જ નથી, અથવા જાણવા કાળજી પણ ધરાવતું નથી, અથવા જાણવામાં આવ્યા પછી પણ તેનું સન્માન કરવાની ભાવનાવાળો થતું નથી, તેને ગુણની પ્રાપ્તિ થવી સંભવિત નથી. એજ રીતે જે બીજા સુખી આત્માના સાચા સુખને જાણતા નથી, જાણવાને દરકાર ધરાવતું નથી, અથવા જાણવામાં આવે તે પણ હૃદયથી રાજી થતાં નથી, તે આત્માને પણ વાસ્તવિક સુખની પ્રાપ્તિ સંભવિત નથી. ગુણી આત્માના બહમાન વિના ગુણની પ્રાપ્તિ શક્ય નથી તેમ સુખીને સુખને જોઈ ને હર્ષિત નહિ થનારને કે ઈર્ષ્યાગ્નિથી બળનારને પણ સાચા સુખની પ્રાપ્તિ સુલભ નથી.
સુખ બે પ્રકારનાં છે, એક વૈષયિક અને બીજું આત્મિક. વિષયોથી થનારૂં સુખ અપથ્ય આહારથી થનારી તૃપ્તિ જેવું પરિણામે અસુંદર છે. તેથી સ્વ કે પરના વૈષયિક સુખને જોઈને સંતુષ્ટ થવું એ સાચી પ્રમેહ ભાવના નથી.
સાચી પ્રમોદભાવના તે પરિણામે સુંદર, હિત, મિત અને પથ્ય આહારના પરિભેગથી થનારી ચિરકાલીન તૃપ્તિ સમાન છે. એવાં સુખ પિતાને મળતાં જે સ્વાભાવિક આનંદ થાય તેવો જ આનંદ પરનાં સુખો દેખીને થવો જોઈએ.