________________
૫૦૫
માનસિક પીડાનુ નિવારણ કરવા માટેનું ઔષધ તથા કમ રાગને હઠાવવા માટેનું વિરેચન પણ તેજ છે.
વળી પુણ્યાનુખ ધીપુણ્યના ફલસ્વરૂપ દેવગતિ સ’ખ’ધી વિપુલ સુખા, સુકુલમાં જન્મ, ધિલાભ, ધમ સામગ્રી, પ્રત્રજ્યા, ઉત્તમ ગુરૂ, ઉત્તમ ગચ્છ, શુદ્ધ સયમ, કેવલજ્ઞાન, શૈલેશીકરણ અને અન્તે અપવગ વગેરે ઉત્તરાત્તર શુભાનુ અન્ધી સુખાની પ્રાપ્તિ ધ્યાનના પ્રભાવે થાય છે.
ત્રણૢ ભુવનને વિષય કરનાર મનને એક અણુને વિષે સ્થિર કરી ધ્યાનચેાગી અતે મન રહિત થાય છે. જેમ સવ શરીરને વિષે વ્યાપી રહેલુ વિષે મંત્ર વડે ‘ડંશ ’ દેશની અંદર લાવી પ્રધાનતર મન્ત્ર અને ઔષધ વડે દૂર કરાય છે, તેમ મનરૂપી વિષને જિનવચન ધ્યાનના સામર્થ્યથી પરમાણુ દેશની અંદર લાવી, ચેાગી અચિન્ત્ય પ્રયત્નથી દૂર કરે છે, અથવા ઈન્જન સમુદાયને ક્રમશઃ દૂર કરવાથી સ્તાક ઈન્ધનથી અવશેષ રહેલા અગ્નિ જેમ આપેઆપ મુઝાઈ જાય છે, તેમ વિષય ઈન્ધનથી મન હુતાશનને ક્રમશઃ દૂર કરી અ`તે સર્વથા નાબુદ કરાય છે. અથવા જેમ તપાવેલ લાઢાના ભાજન ઉપર રહેલું પાણીનું બિન્દુ અનુક્રમે વિલીન થાય છે, તેમ અપ્રમાદ રૂપી અગ્નિથી તપ્ત થયેલા જીવરૂપી ભાજન ઉપર રહેલુ' મનરૂપી જલ પણ શૈાષાઈ જાય છે. અહી ભાવ મરણુ ( વારવાર મરણ)ના કારણભૂત હોવાથી મનને વિષની ઉપમા આપેલી છે, તથા દુઃખરૂપી દાંહેના કારણભૂત હૈાત્રાથી તેજ મનને ફરીથી અગ્નિની ઉપમા આપેલી છે.