________________
રણું અનંત કર્મનિર્જરા કરાવનાર હોવાથી સદા સર્વદા કરવા લાયક છે.
શંકાઃ આથી ધ્યાનને છેડીને બીજી બધી કિયાઓને લેપ નહિ થાય? - સમાધાન-ના. કારણ કે શ્રી જિનશાસનમાં ધર્મની એવી કઈ ક્રિયા નથી કે જેનાથી ધ્યાન ન થતું હેય. વસ્તુતઃ જેમાં ત્રણે ગેની એકાગ્રતા થાય છે, એવી શાસ્ત્રોક્ત ક્રિયાઓનું આસેવન એજ તત્વથી ધ્યાન છે. મોક્ષને પ્રધાન હેતુ સંવર (આવતા કર્મનું રોકાણ) અને નિર્જરા (પૂર્વનાં કર્મોને ક્ષય) છે. સંવર અને નિર્જરાને હેતુ ધ્યાન છે અને એ ધ્યાનની સાધક પ્રશસ્ત કિયાએ અને ધ્યેય-ધ્યાન કરવા લાયક અને સાક્ષાત્ એથી ઉપજતું સુપ્રશસ્ત ધ્યાન એજ મોક્ષનું કારણુ–સાધન છે, અને મોક્ષ ન મળે ત્યાં સુધી એ સાધનનું સેવન છેડવા લાયક નથી.
એ રીતે જીવનરૂપી વસ્ત્ર ઉપર ચઢેલ કર્મરૂપી મેલને દેવાનું સાધન ધ્યાનરૂપી જલ છે. જીવરૂપી સોનામાં રહેલ કર્મરૂપી કલંકને બાળવાનું સાધન ધ્યાનરુપી અનલ છે, તથા જીવરૂપી કાદવવાળી ભૂમિમાં રહેલા કર્મરૂપી કીચડને સુકવવાનું સાધન ધ્યાનરૂપી સૂર્ય છે, તથા ચિરસંચિત કમેન્ડનને દગ્ધ કરનાર અગ્નિ અને શુભાશુભ કર્મરૂપી વાદળાની ઘટાઓને વિખેરી નાંખનાર પવન પણ તે ધ્યાન જ છે. શીતષ્ણાદિ શારીરિક દુઃખ અને ઈર્ષા-વિષાદાદિ