________________
૫૭e ગતિમાં વિવિધ પ્રકારનાં દુઃખોને અનુભવતે જીવ કવચિત મનુષ્ય અને દેવાદિ ગતિઓને વિષે સર્વ ઇન્દ્રિઓને ઉત્સવ કરાવનારાં તથા મનને આલાદ આપનારાં વિષય સુખોને પામે છે, પરંતુ તે વખતે તેની અસારતા અને ક્ષણવિ. નિશ્વરતાને નહિ જાણતો તે તેના ભાગમાં આસક્ત બની જાય છે અને પરિણામે અનંત દુઃખને અધિકારી થાય છે. માધ્યસ્થ ભાવનાના મર્મને પામેલ આત્મા તે વખતે વિષયસુખોની અસારતાને અને કદાચિતાને [તનું કેઈક જ વાર મળવાપણું અને મળ્યા પછી તુરત જ ચાલી જવાપણું જાણતા હોવાથી તેના પ્રત્યે ઉદાસીન ભાવને ધારણ કરી શકે છે અને તેથી મોટી આપત્તિઓથી તે બચી જવા પામે છે. માધ્યચ્યભાવનાને ભાવનારે એમ જાણે છે કે દુનિયાની કઈ પણ સચેતન કે અચેતન વસ્તુ સુખ-દુઃખની ઉત્પાદક નથી, પરંતુ જીવને તે વસ્તુ ઉપર રહેલે રાગદ્વેષ સુખદુઃખની કલ્પના કરાવે છે. સુખ-દુઃખનું કારણ અન્ય પદાર્થ નથી પણ મહાદિકના વિકારથી પિતાના આત્મામાં ઉત્પન્ન થત રાગદ્વેષને પરિણામ જ છે. પદાર્થો તે પિતાના સ્વરૂપમાં રહેવાને વ્યવસ્થિત થયેલા છે. પણ પિતે જ પિતાને સ્વભાવ છેડીને રાગદ્વેષ રૂપી વિભાવમાં પડે છે અને તેથી સુખી અથવા દુઃખી થાય છે. એ રીતે સુખને આશ્રય પદાર્થોને નહિ, પણ પિતાના આત્માને જ માનતે જ્ઞાની જીવ જગતને તમામ સચેતન કે અચેતન પદાર્થો ઉપર મધ્યસ્થભાવ ધારણ કરી શકે છે અને તે જ મધ્યશ્યભાવનાની પરાકાષ્ટા ગણાય છે. આ ચાર ભાવનાઓ