________________
૪૯૧
ભગવાને આત્મકલ્યાણ માટે આ ભાત્રનાએ બતાવી છે. તેની વિરાધી પ્રતિપક્ષી ભાવનાથી ધમ થતા નથી, તેથી જ્યારે જીવ આ ચારથી પ્રતિપક્ષી ખીજી કેાઈ વિચારસરણીમાં ચડે છે, ત્યારે તે પાતાના સ્થાનથી ખસી જાય છે. અને કમબંધ કરે છે.
જ્યાં સુધી મન વિચાર રહિત બન્યુ નથી અર્થાત્ તેણે ચિત્તતિરોધરૂપ ઉંચી દશા પ્રાપ્ત કરી નથી ત્યાં સુધી મન વિચારોથી વ્યાપ્ત રહેવાનુ છે. જો મનમાં વિચારો ઉત્પન્ન થવાનાંજ છે, તે એમાંથી કયા વિચારો કરવા લાયક છે અને કયા વિચાર। ત્યાજય છે અર્થાત્ વજન આપવા લાયક નથી એ પણ નક્કી કરવુ જોઈ એ. આત્માથી જીવા માટે ક્રોધ, દ્રોહ, ઇર્ષ્યા અને અસૂયાથી ભરેલા હલકા વિચારે ત્યાજ્ય છે અને મૈત્રી આદિ ભાવથી ભરેલા ઉત્તમ વિચારા કરણીય છે. મનવાળા પ્રાણી માટે આત્માને પરમ હિત કરનાર આ ચાર ભાવનાથી વધુ સરસ વિચાર અસ‘ભવિત છે. આ ચાર ભાવના એ સર્વ ઉત્તમાત્તમ વિચારાને અક છે. પરમ રહસ્ય છે. વિચારાનુ પરમ અમૃત છે. મનને અનાદિ દુષ્ટ વિચારણારૂપી વિષથી અને પાપમ ધથી છેડાવવાના એ અમેઘ ઉપાય છે. આ ભાવનાએ જીવને નિરોગી બનાવી સ ાને માટે અજરામર મનાવે છે. તેથી તે પરમ અમૃત સ્વરૂપ છે. ધમ આરાધનાનુ રહસ્ય મૈત્રી આદિ ચાર ભાવનાઓમાં રહેલુ છે. તેનુ વિશેષ સ્વરૂપ હવે આપવામાં આવશે.