________________
૪૯૭
પણ રાગભાવ અને દ્વેષભાવને આધીન છે. પોતાની જાતા ઉપર તેને એટલું બધું મમત્વ હોય છે, કે પોતાની જાતનાં સુખની ખાતર કેઈપણ પ્રકારનાં પાપકાર્યો કરતાં તે અચ કાતો નથી. મૈત્રીભાવ તેને પોતાની જાત ઉપરના મમત્વથી ખસેડી પરનાં સુખ માટે ચિન્તા કરનારે બનાવે છે. મૈત્રી ભાવ આવ્યા પહેલાં પોતાની જાતનું જ એક મમત્વ તેના અંતરમાં હોવાથી “દુનિયાનાં સઘળાં સુખ તેને પોતાને જ મળે ” એવી અનંત તૃષ્ણા તેનામાં છુપી રીતે રહેલી હોય છે. બધાં સુએ એક જ આત્માને મળી જાય, એવી પરિસ્થિતિ દુનિયાની કદી હોતી નથી, તેથી મેત્રીભાવવિહીન આત્મા હમેશાં અત્યંત અતૃપ્ત અને શોકગ્રસ્ત જ રહે છે. જે સુખ પોતાને જોઈએ છે, તે સુખ પોતાને નહિ મળતાં બીજા કોઈને પણ મળે, ત્યારે તેના પ્રત્યે ઈર્ષાભાવવાળે બની રહે છે. એ રીતે ઈર્ષા, શોક, અતૃપ્તિ, વગેરે અનેક દુઃખ પોતાની જાત ઉપર જ રાગવાળા જીવને સદા સતાવ્યા કરે છે. એ બધાં દુઃખેથી છોડાવનાર કઈ પણ ચીજ આ દુનિયામાં હોય તો તે એક મૈત્રીભાવના છે. મૈત્રીભાવનાથી તેને પોતાની જ એકલી જાત ઉપર રહેલે રાગભાવ નાશ પામે છે, અને પોતા સિવાય આ દુનિયામાં રહેલા બીજા અનંત પ્રાણુઓનાં હિતની અને સુખની ચિન્તા ઉત્પન્ન થાય છે. તેથી પોતા સિવાય બીજા જેટલા પ્રાણીઓ સુખને મેળવતા દેખાય છે, તેને જોઈને તે પોતે તે સુખી થનાર પ્રાણીઓ જેટલે જ આનંદનો અનુભવ કરે છે; અને. પિતાને મળેલાં થોડાં પણ સુખમાં તે હમેશાં તૃપ્ત રહે.