________________
(૨) બીજા એના ઉપર આવેલા દુ એનું નિવારણ કરવાને માટે પિતાના દુઃખ નિવારણના પ્રયત્ન જેટલું જ પ્રયત્ન કરે, (૩) પિતાની થતી ભૂલની ક્ષમા માગવા સદા તત્પર રહેવું અને (૪) બીજાએ થી પિતા તરફ થતી ભૂલની ક્ષમા આપવા સર્વદા તત્પરતા બતાવવી.
परदुःखविनाशिनी करुणा. દુઃખ બે પ્રકારનું છે, શારીરિક અને માનસિક શારીરિક દુઃખને દ્રવ્ય દુઃખો કહ્યાં છે અને માનસિક દુઃખોને ભાવ દુઃખો કહ્યાં છે. શારીરિક દુઃખોનું કારણ અશાતા વેદનીય કર્મને ઉદય છે અને માનસિક દુઃખોનું કારણ મેહનીય આદિ કર્મોને ઉદય છે.
માણસને પિતાનાં દુઃખોનું નિવારણ કરવાને માટે કુદરતી જ લાગણી હોય છે, તે પણ તેનાં બધાં દુઃખોનું નિવારણ અશક્ય પ્રાયઃ હોય છે. તેથી કઈને કઈ દુઃખની હયાતી તેને સદા પજવે છે અને તેની શક્તિમાં ભંગ કરે છે, તેથી અકળાઈને આત્મા દુઃખ નિવારણના વાસ્તવિક ઉપાયને છેડી અવાસ્તવિક ઉપાય લે છે. દુઃખનિવારણ કરવાને વાસ્તવિક ઉપાય, પિતા સિવાય બીજા આત્માઓનાં દુઃખોનું નિવારણ કરવા તત્પર રહેવું તે છે. એથી બે જાતના લાભ થાય છે, એક તે એ પુરૂષાર્થ કરતી વખતે તેટલે કાળ પિતાનાં દુઃખોનું વિસ્મરણ થાય છે અને બીજું બીજાનાં દુઃખો દૂર કરવાના પ્રયત્નથી શુભકર્મ ઉપાર્જન