________________
YEO
કરવા માટે જીવનમાં મૈત્રી આદિ ભાવે પ્રગટાવવા માટે પુરૂષાર્થ ફેરવે એ મુમુક્ષુ જીવોને માટે અતિ આવશ્યક કર્તવ્ય છે.
શુભાશુભ કર્મને બંધ આપણા અધ્યવસાય ઉપર છે. આપણી પ્રત્યેક કરણની પાછળ આપણી વિચારસરણું ભગવાનની આજ્ઞા મુજબ છે કે નહિ એને આત્મસાક્ષીએ તપાસવી હોય છે. આપણી વિચારધારા આ ચાર ભાવનાને અનુકૂલ છે કે તેનાથી પ્રતિકૂલ છે ? એ જોવું. જે ચાર ભાવનામાંથી કેઈપણ એક ભાવનામાં આપણું મન રમતું હોય તે સમજવું કે આપણે આત્મા પ્રતિક્ષણ અશુભ કર્મોનો ક્ષય કરી રહ્યો છે. અને આ ચાર ભાવનાથી પ્રતિકૂળ ભાવ મનમાં જ્યારે ભળે ત્યારે આપણે આત્મા અનેક પ્રકારના કર્મબંધન કરી રહ્યો છે, એમ સમજવું.
૧ ઉગ્ર વિહારને ત૫ જપ ફિરિયા,
કરતાં દે તે ભવ માંહે ફરીયા; યોગનું અંગ અવ છે. પહેલું, સાધન સવિ લહે તેહથી વહેલું.
પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ અર્થ૦ ભલે ઉગ્ર વિહાર કરે, કે ભલે ઉગ્ર તપ, જપ અને ક્રિયા કરે,
પણ જે મનમાં દેશ ભાવ ભર્યો હશે દેશરુચિ બેઠી હશે, દ્વેષ ટાળવાની વૃત્તિ નહિ હોય તો તે ભવના જ સંસારના જ મુસાફર છે એમ સમજવું. કારણ કે યોગનું-મોક્ષમાર્ગનું પ્રથમ સાધન અદેષ ભાવ છે. ધર્મમાર્ગની શરૂઆત અદ્વેષ ભાવથી થાય છે, આ અદ્વેષ ભાવ આવ્યા પછી બીજા બધા મોક્ષ માર્ગના સાધને શિઘ આવી મળે છે અને ફળે છે,