________________
પુણ્યથી એટલે કે યથાપ્રવૃત્તિકરણથી કર્મને ક્ષય થતાં જીવ સ્થાવર નિમાંથી નીકળી ત્રસાનિ કે પશુપણુ પામે છે, તેમાં પણ અશુભ કર્મને ક્ષય થવાથી પુણ્યના ભેગે મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમ જાતિ, પાંચે ઈન્દ્રિયોથી પૂર્ણતા અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે, તેમાં પણ પુણ્યથી ધર્મની અભિલાષા, ધર્મોપદેશક ગુરૂ અને તેમને વચનનું શ્રવણ પ્રાપ્ત થવા છતાં તત્ત્વનિશ્ચયરૂપ બોધિરત્ન પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. રાજ્ય, ચક્રવતિ પણું કે ઈદ્રપણું પ્રાપ્ત થવું દુર્લભ નથી, પણ બોધિની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે, એમ જિનપ્રવ ચનમાં કહ્યું છે. સર્વ જીવોએ સર્વ ભાવે પૂર્વે અનંત વાર પ્રાપ્ત કર્યા છે, પરંતુ તેને કદાપિ બોધિની પ્રાપ્તિ થઈ નથી, તેથી જ સંસારમાં પરિભ્રમણ કરે છે. સર્વે જેને અનંત પુદ્ગલપરાવત થયા પરંતુ જ્યારે કંઈક ન્યૂન અર્ધપુગલપરાવર્ત બાકી રહેતાં આયુ સિવાયના બધાં કર્મની સ્થિતિ અન્તઃ કોટાકોટિ સાગરેપમની બાકી રહે ત્યારે કેઈક જવ ગ્રન્થિ ભેદથી ઉત્તમ બધિરત્ન પામે છે અને બીજા છે યથાપ્રવૃત્તિકરણથી ગ્રન્થિની મર્યાદામાં આવેલા છતાં પાછા પડે છે અને પુનઃ સંસારમાં ભમે છે. કુશાસ્ત્ર શ્રવણ, મિથ્યાષ્ટિને સંગ, કુવાસના અને પ્રમાદશીલતા એ બધા બેધિના વિધિ છે. જો કે ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ છે, તે પણ બેધિ પ્રાપ્ત થયે જ ચારિત્રની સફળતા છે અન્યથા નિષ્ફળતા છે. અભ પણ ચારિત્ર પ્રાપ્ત કરીને રૈવેયકાદિ સ્વર્ગમાં જાય છે, પણ બધિ સિવાય નિર્વાણ પ્રાપ્ત કરી