________________
४८७
શક્તા નથી. જેને બધિરત્ન પ્રાપ્ત થયું નથી, તે ચક્વતી હોવા છતાં પણ રંક જેવું છે, પરંતુ જેણે બધિરત્ન પ્રાપ્ત કર્યું છે, તે રંક પણ ચક્રવર્તી કરતાં અધિક છે. જેમને બધિરત્ન પ્રાપ્ત થયેલું છે તે છે સંસારમાં કયાંય આસક્ત થતા નથી, પરંતુ મમત્વ રહિત થઈને માત્ર મુક્તિમાર્ગની ઉપાસના કરે છે, જેઓ પરમપદને પામ્યા છે, પામશે અને પામે છે તે બધા બધિ પામીને જ તેમ કરી શકે છે, માટે બોધિની જ ઉપાસના કરે.
ભાવનાઓનું ફળ. આ રીતે બાર ભાવનાઓ વડે નિરતર મનને સુવાસિત કરતે, મમત્વરહિત થઈને બધા પદાર્થોમાં સમત્વને પામે છે. વિષથી વિરક્ત થયેલા, સમભાવથી સુવાસિત ચિત્તવાળા પુરૂષને કષાય રૂપી અગ્નિ શાંત થાય છે અને બેધિરૂપી દીપક પ્રગટે છે. સમત્વનું અવલંબન કરીને ભેગી ધ્યાન કરી શકે છે. સમબુદ્ધિ પ્રાપ્ત કર્યા વિના જે દયાનની શરૂઆત કરે છે તે પિતાના આત્માની વિડંબના કરે છે. તે માટે કહ્યું છે કે
“ઈન્દ્રિયે વશ કરી નથી, મન શુદ્ધ કર્યું નથી, રાગદ્વેષ જીત્યા નથી, નિમમત્વ કર્યું નથી, સમતાની સાધના કરી નથી, પરંતુ ગતાનુગતિકપણે ધ્યાન આરંભ કરનાર મૂઢ પુરૂષે ઉભય લેકમાં માર્ગથી ભ્રષ્ટ થાય છે.”
ધ્યાન અને સમતા-મેક્ષ એ કર્મના ક્ષયથીજ પ્રાપ્ત થાય છે, કર્મને ક્ષય આતમજ્ઞાનથી થાય છે અને આત્મજ્ઞાન ધ્યાનથી સધાય છે તેથી ધ્યાન આત્માનું હિતકારી છે. સમભાવ