________________
૪૩
સકામનિર્જરા હેય છે અને અસંયમીને તે સિવાય વિપાકથી કર્મને ભોગવીને ક્ષય કરવારૂપ અકામનિજર હેય છે, કારણ કે કર્મોને પાક-નિર્જરા ફળના પાકની પેઠે ઉપાથી અને સ્વાભાવિક રીતે એમ બે રીતે થાય છે. જેમ અશુદ્ધ સનું પ્રજવલિત થયેલા અગ્નિ વડે શુદ્ધ થાય છે, તેવી રીતે તપરૂપ અગ્નિથી તપાવવામાં આવતે જીવ શુદ્ધ થાય છે. તે તપ (છ) બાહ્ય અને (છ) અભ્યતર એ બે ભેદે બાર પ્રકાર છે. ૧ અનશન. આહારને ત્યાગ કરે તે. ૨ ઉણોદરી. સ્વાભાવિક આહારથી અલ્પ આહાર લેવો તે. 3 વૃત્તિસંક્ષેપ. પિતાને ખાવા પીવા વગેરે ઉપગમાં
આવતી વસ્તુઓને સંક્ષેપ કરવો તે. જ રસત્યાગ. દૂધ દહીં, ઘી, તેલ, ગેળ અને પકવાન્ન
વગેરે વિગઈ એને ત્યાગ કરવો તે. ૫ કાયકલેશ-ટાઢ-તડકામાં કે આસનો વગેરેથી શરી
રને કરવું તે સંલીનતા-બાધા વિનાના એકાત સ્થાનમાં વસવું અથવા મન, વચન, કાયા, કષાય અને ઇન્દ્રિયોને
સંકોચ કરવો. એ છ પ્રકારનું બાહ્ય તપ છે. ૧ પ્રાયછિત-વ્રતાદિમાં લાગેલા દેષની શુદ્ધિ માટે
જે અનુષ્ઠાન કરવામાં આવે છે. ૨ વૈયાવૃત્ય-સેવાશુશ્રષા કરવા ગ્યની સેવા કરવી તે.