________________
૪૮૨ થઈને ચીકાશના ગે ત્યાં ચાટી જાય છે, પરંતુ બારીબારણા બંધ કર્યા હોય તે જ પ્રવેશ થવા પામતી નથી અને ત્યાં એંટી જતી પણ નથી. કેઈ સરોવરમાં પાણી આવવાના બધા માર્ગો ઉઘાડા હોય તે તે દ્વારા પાણી આવે છે, પરંતુ તે બધા માર્ગો બન્ધ કર્યા હોય તે થોડું પણ પાણી સરેવરમાં દાખલ થઈ શકતું નથી. કઈ વહાણની અંદર છિદ્રો હોય તે તે દ્વારા તેમાં પાણી દાખલ થાય છે, પરંતુ તે છિદ્રો બન્ધ ક્ય હોય તે થોડું પણ પાણી વહાણની અંદર પ્રવેશ કરતું નથી. તેમ મિથ્યાત્વાદિ આશ્રદ્વાર ઉઘાડાં હોય તે જીવમાં કર્મ દાખલ થાય છે, અને તે દ્વારા બંધ થાય તે સંવર યુક્ત જીવમાં કમનો પ્રવેશ થતો નથી. સંવરથી આશ્રવનાં દ્વાર બંધ થાય છે. તે સંવર ક્ષમા વગેરે ભેદેથી અનેક પ્રકારને છે મિથ્યાત્વના ઉદયને રવાથી અવિરતિ-સમ્યગદષ્ટિ આદિ ગુણસ્થાને મિથ્યાત્વને સંવર હોય છે, દેશવરતિ આદિ ગુણસ્થાને અવિરતિને સંવર હેાય છે, અપ્રમત્ત સંયતાદિ ગુણસ્થાને પ્રમાદને સંવર હોય છે, ઉપશાન્ત મેહ અને ક્ષીણમેહાદિ ગુણસ્થાને કષાયને સંવર હોય છે અને અગી કેવલી ગુણસ્થાને સંપૂર્ણ યોગને સંવર હેય છે. ( ૯ નિર્જરા ભાવના. સંસારના કારણભૂત કર્મને ખેરવી નાંખવાં તેને નિર્જરા કહે છે. તે સામનિર્જરા અને અકામનિજેરા, એમ બે પ્રકારની છે. સંયમી પુરૂષોને ઈરાદાપૂર્વક તપ વિગેરે ઉપાય દ્વારા કર્મો ક્ષય કરવા રૂપ