________________
૪૬૫.
એક એક વિષયનું સેવન પણ મૃત્યુ માટે થાય છે, તે એકી સાથે પાંચેનું સેવન કેમ મૃત્યુ માટે ન થાય?
ઇંદ્રિયની સર્વથા અપ્રવૃત્તિ તે ઇન્દ્રિયને જય નથી, પણ વિષયોમાં રાગદ્વેષ ન કરે તે ઈન્દ્રિયને જય છે. આંખ આદિની સમીપમાં રહેલા રૂપ આદિને ઇન્દ્રની સાથે સંબંધ જ ન થાય એમ બનવું અશકય છે, પરંતુ રૂપ રસાદિમાં થતા રાગદ્વેષને તે જરૂર નિવારી શકાય છે. સંયમી પુરુની ઈન્દ્રિય હણાયેલી અને ન હણાયેલી છે. પ્રશસ્ત અને હિતકારી વિષયમાં તેઓની ઈન્દ્રિયે હણાયેલી નથી, પણ અહિત વિષયમાં હણાયેલી છે. વિષયમાં પ્રિય. પણું કે અપ્રિયપણું વાસ્તવિક રીતે નથી. એક જ વિષય અમુક હેતુથી પ્રિય થાય છે, અને અમુક હેતુથી અપ્રિય થાય છે, માટે વિષયોનું પ્રિયપણું અને અપ્રિયપણું પાધિક સમજી બુદ્ધિમાન પુરૂષે મનની વિશુદ્ધિ વડે ઈન્દ્રિ ઉપર વિજય મેળવ, કારણ કે મનની શુદ્ધિ વિના મનુને યમ-નિયમ વડે નકામે કાયકલેશ થાય છે.
મનઃ શુદ્ધિ. ગમે તે વિષયમાં નિર્ભયપણે ભ્રમણ કરત નિરંકુશ મનરૂપી રાક્ષસ ત્રણ જગતને સંસારરૂપી ચક રવિામાં પાડે છે. મુકિત પામવાની ઈચ્છાથી તપ તપતા મનુષ્યોને ચંચળ ચિત્ત વળિયાની પેઠે બીજે કયાંય ફેંકી દે છે. મનને નિરોધ કર્યા વિના જે માણસ હું યેગી છું, એવું અભિમાન રાખે છે, તે પગે ચાલીને બીજે ગામ જવા ઈછતા પાંગળા માણસની પેઠે હાસ્યાપાત્ર બને છે. મનને
ધ-૩૦