________________
બાદિના સંજોગે સ્વપ્ન જેવા છે અને યૌવન વંટોળિયાના સંબંધથી ઉડેલા રૂ જેવું છે, આ પ્રમાણે તૃષ્ણારૂપી કાળી નાગણને વશ કરનાર મંત્રસમાન નિર્મમત્વની પ્રાપ્તિ માટે જગતના અનિત્ય સ્વરૂપને સ્થિરચિત્ત વારંવાર વિચાર કરે. - ૨. અશરણ ભાવના. ઈદ્રો-ઉપેન્દ્રો વગેરે પણ જે મૃત્યુને આધીન થયા, તે મરણના ભયથી પ્રાણીને કોણ શરણ આપી શકે એમ છે? પિતા, માતા, બહેન, ભાઈ અને પુત્રો જોઈ રહે છે અને અસહાય જવને કર્મો યમને ઘેર લઈ જાય છે. મૂઠ બુદ્ધિવાળા લેકે પિતાના કર્મોએ મૃત્યુ પામતા સ્વજનેને શેક કરે છે, પણ સ્વકર્મ વડે મૃત્યુ પામનાર પોતાના આત્માને શેક કરતા નથી. પિતાની નજીક રહેલા મૃત્યુને શોક નહિ કરતાં દૂર સ્વજનાદિકના મૃત્યુને શેક કરે, તે બુદ્ધિની મૂઢતાજ છે. દાવાગ્નિની ભભકતી જવાલાથી વિકરાળ દેખાતા વનમાં જેમ મૃગના બચ્ચાનું કેઈ શરણ નથી, તેમ દુઃખરૂપી વાગ્નિની બળતી જવાળાથી ભયંકર આ સંસારમાં પ્રાણીનું કઈ શરણ નથી.
૩. સંસાર ભાવના. આ સંસાર રૂપી રંગભૂમિ ઉપર પ્રાણુ નટની પેઠે કઈ જન્મમાં વેદજ્ઞ શ્રોત્રિય થાય છે, તે કઈ જન્મમાં ચંડાળ થાય છે, કેઈવાર શેઠ થાય છે, તે કઈવાર નેકર થાય છે, કોઈવાર પ્રજાપતિ થાય છે, તે કોઈવાર સુદ્રકી થાય છે, એમ વિવિધ પ્રકારે સંસારી જીવ ચેષ્ટા કરે છે. સંસારી જીવ કર્મના સંબંધથી ભાડાની કેટડીની જેમ કઈ નિમાં નથી જતે અને કઈ નિ.