________________
૪૭૨
કરવા એગ્ય નથી કારણ કે જેઓને શરીરાદિમાં ભેદ બુદ્ધિ નથી, તેઓના દેહને પ્રહારાદિ થતાં આત્માને પીડા થાય છે, પરંતુ જેઓને દેહઆત્માનું ભેદજ્ઞાન થયું છે, તેઓને દેહને પ્રહારાદિ થતાં આત્માને પીડા થતી નથી. નમિરાજર્ષિને આત્મા અને ધનનું ભેદજ્ઞાન થયું હતું, તેથી મિથિલા નગરી બળતી સાંભળીને તેને થયું કે મારું કાંઈ બળતું નથી. જે માણસને ભેદજ્ઞાન થયું છે, તેને ગમે તે પ્રિય વસ્તુના વિયેગનું દુઃખ આવી પડતાં લેશમાત્ર પણ દુઃખ થતું નથી અને જેને ભેદજ્ઞાન નથી તે તે નજીવા નજીવા દુઃખથી પણ મેહ પામે છે–દુઃખી બની જાય છે.
૬ અશુચિ ભાવના. રસ, લેહી, માંસ, મેદ, અસ્થિ, મજજા, વીય, આંતરડા, વિષ્ટા વિગેરે અપવિત્ર વસ્તુઓના સ્થાનરૂપ આ શરીર છે. તેથી તેમાં પવિત્રતા ક્યાંથી હોય? આંખ, કાન, નાક, મુખ, અધોદ્વાર અને જનનેન્દ્રિયરૂપી નવ દ્વારમાંથી વહેતા દુર્ગધી રસના સતત આવવાથી મલિન રહેતા શરીરમાં પવિત્રપણાનું અભિમાન કરવું, એ મહામેહનું લક્ષણ છે. કામવાસના ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આ અશુચિ ભાવના ઘણું જ ઉપયોગી છે.
૭ આશ્રવ ભાવના. મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ મને યોગ, વચનગ અને કાગથી શુભાશુભ કર્મ આત્મામાં આવે છે, (પ્રવેશ કરે છે, તેથી તે એને આશ્રવ કહે છે.
મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માથથ્ય રૂપી ભાવનાથી