________________
૪૭૩
વાસિત કરેલું ચિત્ત શુભ કર્મને પેદા કરે છે અને ક્રોધાદિ કષા તથા વિષયથી વ્યાપ્ત થયેલું ચિત્ત અશુભ કર્મને પેદા કરે છે. સત્ય અને શ્રુતજ્ઞાનનુસારી વચન શુભ કર્મના બંધનું કારણ થાય છે અને તેથી વિપરીત વચન અશુભ કર્મના બંધનું કારણ છે. અસત પ્રવૃત્તિરહિત શરીર વડે
જીવ શુભ કર્મ સંચિત કરે છે અને સતત મહાઆરંભી અને હિંસક પ્રવૃત્તિવાળા શરીર વડે અશુભ કર્મ બાંધે છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષા, કષાયના સહચારી હાસ્યાદિ નવ મોકષા, સ્પર્શ આદિ વિષયે, મન, વચન, કાયાની પ્રવૃત્તિરૂપ વેગ, અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગદ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મનો અનાદર અને ચગદુપ્રણિધાન રૂપ આઠ પ્રકારનું પ્રમાદ, અવિરતિ-નિયમને અભાવ, મિથ્યાત્વ, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, એ બધાં અશુભ કર્મના હેતુઓ છે.
અહીં ઉપર સક્ષેપથી શુભાશુભ કર્મના હેતુએ કહ્યાં હવે એ જ વાતને વધારે સ્પષ્ટ કરવા માટે વિસ્તારથી જણાવવામાં આવે છે.
જુદાં જુદાં કર્મોના આવે. કર્મ પુદ્ગલે ગ્રહણ કરવાનો હેતુ તેને આશ્રવ કહે છે. તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુથ. નામ, ગે.ત્ર અને અંતરાયના ભેદથી આઠ પ્રકારનાં છે. કેવાં કારણે (હેતુઓ) મળવાથી ક્યાં કર્મો બંધાય છે તે અનુક્રમે બતાવવામાં આવે છે