________________
૪૬૭
તેમ રાગાદિ અંધકારથી વિવેકજ્ઞાન રહિત થયેલું મન માણસને ખેંચીને નરકરૂપી ખાડામાં નાંખે છે, માટે નિર્વાણ પદની ઈચ્છાવાળા પુરુષોએ પ્રમાદને ત્યાગ કરી સમભાવ વડે, રાગ-દ્વેષના હેતુઓમાં મધ્યસ્થ પરિણામ વડે રાગશ્રેષરૂપી શત્રુને જીતવા જોઈએ.
સમતા. અતિ આનંદજનક સમતારૂપી પાણીમાં ડૂબકી મારનાર પુરુષને રાગદ્વેષરૂપી મેલ તત્કાળ નાશ પામે છે. માણસ જે કર્મને કોટિ જન્મની કઠિન તપશ્ચર્યાથી પણ નાશ ન કરી શકે, તે કર્મને સમભાવને આશ્રય લઈને એક અર્ધા ક્ષણમાં નાશ કરે છે. જેને આત્મસ્વરૂપને નિશ્ચય થયે છે, આવા સાધુ સામાયિકરૂપી સળી પડે પરસ્પર મળેલા જીવ અને કર્મને જુદા કરે છે, આત્મજ્ઞાનને અભ્યાસ કરતાં તથાવિધ આવરણ દૂર થવાથી પુનઃ પુનઃ સ્વસંવેદનથી આત્મને દઢ નિશ્ચય થાય છે, અને તેથી આત્મા સ્વરૂપનું આવરણ કરનારા અને આત્મ સ્વરૂપથી ભિન્ન એવા કર્મોને પરમ સામાયિકના બળથી નિજરે છે. સામાયિક રૂપી સૂર્યથી રાગાદિ અંધકારને નાશ થતાં ગીઓ પિતાના આત્મામાં પરમાત્માનું સ્વરૂપ દેખે છે, બધા આત્માઓ તત્ત્વદષ્ટિથી પરમાત્મા જ છે, કેવળ રાગ-દ્વેષાદિથી મલિન થયેલા હેવાથી પરમાત્મસ્વરૂપની અભિવ્યક્તિ થતી નથી, પરંતુ સમભાવ રૂપ સૂર્યના પ્રકાશથી રાગાદિ અંધકારને નાશ થતાં આત્માને વિશેજ પરમાત્મ સ્વરૂપ પ્રગટ થાય છે, પિતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે સમત્વનું સેવન કરનાર