________________
એ આઠ પ્રકારે મદદ કરનાર માણસ ફરીથી હીન પ્રકારનાં પ્રાપ્ત કરે છે. દેષરૂપી શાખાઓને ઉચે ફેલાવનાર તથા ગુણરૂપી મૂળને નીચે લઈ જનાર માન રૂપી વૃક્ષને નમ્રતા રૂપી નદીના પ્રવાહવડે જડમૂળથી ઉખેડી નાંખવું જોઈએ.
માયાના દે. માયા, અસત્યની જનની છે, શીલરૂપી વૃક્ષને છેદવામાં કુહાડી રૂપ છે, અવિદ્યા–અજ્ઞાનની જન્મભૂમિ છે અને દુર્ગતિનું કારણ છે, કુટિલતામાં કુશળ, પાપકર્મ કરનારા માયા વડે બગલા જેવી વૃત્તિવાળા, જગતને છેતરનારા માણસે ખરેખર પિતાની જાતને જ છેતરે છે, તેથી જગતને દ્રોહ કરનારી, માયારૂપી નાગિણીને જગત જીને આનંદના કંદર્પ સરળતારૂપી ઔષધિથી જીતવા.
લેભના દે. લેભ,બધા દેશોની ખાણ છે, ગુણોને કેળી કરી જનાર રાક્ષસ છે. દુઃખરૂપી વેલના મૂળરૂપ છે, તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારે પુરુષાર્થોને નાશ કરનાર છે. તદ્દન ગરીબ માણસ સો રૂપિયાની ઈચ્છા રાખે છે, સેવાળે હજારની, હજારવાળે લાખની, લક્ષાધિપતિ કરોડની, કરોડાધિપતિ રાજ્યની, રાજા ચક્રવર્તિપણાની, ચકવતિ દેવપણાની અને દેવ ઈન્દ્રપણાની ઈચ્છા કરે છે, અને ઈન્દ્રપણું મલ્યા પછી પણ ઈચ્છાની નિવૃત્તિ તા થતી જ નથી, કારણ કે લેભએ શરૂઆતમાં બહુ થોડે દેખાય છે, પણ શકરાની માફક એકદમ વધતું જાય છે. લેભરૂપી અતિ ઉછળતા સમુદ્રને બુદ્ધિમાન પુરુષે સંતેષરૂપી સેતુ-પુલ બાંધીને આગળ વધતો અટકાવવું જોઈએ.