________________
કરવા તું કેમ ઇચ્છતું નથી ? ત્રણ લેકને પ્રલય અને રક્ષણ કરવાને સમર્થ એવા મહાપુરૂષોએ પણ જે ક્ષમાને આશ્રય કર્યો તે કેળના ગર્ભ જેવા તુચ્છ સત્ત્વવાળા તારે ક્ષમા ધારણ કરવી શું ઉચિત નથી? તે એવું પુણ્ય કેમ ન કર્યું કે જેથી તને કઈ પીડા જ ન કરી શકે, તે અત્યારે તારી ભૂલને પશ્ચાત્તાપ જાગૃત કરી તારે ક્ષમા સ્વીકારવી જ આવશ્યક છે. કેઈ તને મર્મવેધી વચનેથી પીડા કરે, તે વિચારવું કે જે એ સાચું છે તે મારે ગુસ્સે થવાની શી જરૂર છે? જો એ ખોટું હોય તે તે ગાંડાનું વચન સમજી તેની ઉપેક્ષા કરવી એગ્ય છે. જે કાઈ તારે વધ કરવા તયાર થાય છે, તારે વિસ્મય પામી હસવું કે મારો વધે તે મારા કર્મોથી જ થવાનું છે, તો આ બાપડ નકામો અભિમાનથી કર્મ બાંધે છે.
‘સર્વ પુરુષાર્થને ઘાત કરનાર ક્રોધ ઉપર તને ગુસ્સો થતું નથી. તે સ્વલ્ય અપરાધ કરનાર ઉપર ગુસ્સો કરનાર તને ધિક્કાર છે. સર્વ ઈન્દ્રિયને થાક પમાડનાર અને ઉગ્ર દોડતા સાપના જેવા ક્રોધ ઉપર વિજય મેળવવા માટે બુદ્ધિમાન પુરુષે જાંગુલિ મંત્ર સમાન નિરવઘ ક્ષમાનો નિરંતર આશરે લેવું જોઈએ.
માનનાદેશે. માન નામને કષાય ઘણે ભયંકર છે. તે વિનય, વિદ્યા, શીલ, તેમજ ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરૂષાર્થોને ઘાતક છે, વળી તે વિવેકરૂપ ચક્ષુને ફેડી નાંખે છે. તેથી લોકોને આંધળા કરનારો છે, જાતિ, લાભ કુલ એશ્વર્ય-પ્રભુત્વ, બળ, રૂપ, તપ, અને વિદ્યા,