________________
४६०
સ્વરૂપના લાભ સિવાય બીજે મિક્ષ નથી, આત્મા આનંદ સ્વરૂપ છે, માટે આત્મજ્ઞાનને જ આશ્રય કરે.
ક્ષાનું સ્વરૂપ. શરીરધારી આત્માને કોધ, માન, માયા અને લેભ એ ચાર કષા હોય છે, અને તે પ્રત્યેકના સંજવલનાદિ ભેદેવડે ચાર-ચાર પ્રકાર છે. તૃણના અગ્નિની માફક સળગી ઉઠે અને તત્કાળ શાન્ત થાય તે સંજવલન કષાય છે, તે એક પખવાડિયા સુધી રહે છે, તે સંપૂર્ણ વિરતિને રોકત નથી પણ તેને અમુક અંશે મલિન કરે છે. પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચાર માસ સુધી ટકે છે. તે અંશે વિરતિ થવા દે છે, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયની સ્થિતિ એક વર્ષ સુધી હોય છે, અને તે દેશવિરતિને પણ પ્રતિબન્ધ કરે છે. અનન્તાનુબંધી કષાય જીવન પર્યન્ત રહે છે, અને આત્માને અનન્ત ભવભ્રમણ કરાવે છે. તે સંજુવલન આદિ કષાયે અનુક્રમે વીતરાગપણું, સાધુપણું, શ્રાવકપણું અને સમ્યગદષ્ટિપણું રોકે તથા દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચગતિ અને નરકગતિ પ્રાપ્ત કરાવે છે.
ક્રોધના દેશે. ફોધ, શરીર અને મનને સંતાપ કરનાર છે, વેરનું કારણ છે, દુર્ગતિને માર્ગ છે તથા શમરૂપ સુખને રોકનાર અર્ગલા છે, વળી અગ્નિની પેઠે ઉત્પન્ન થતાં જ પ્રથમ તે તે પિતાના આશ્રિતને જ બાળે છે અને પછીથી તે બીજાને બાળે છે, અથવા નથી પણ બળતે. અર્થાત્ સામે માણસ જે સમભાવથી ભારિત હોય તે તેના ઉપર ક્રોધની અસર નથી થતી. એટલે આવા મહા