________________
પ્રકરણ ૮ મું આત્મજ્ઞાનનાં સાધન [ગશાસ્ત્રના ચોથા પ્રકાશના આધારે ].
નિશ્ચયથી રત્નત્રયીનું સ્વરૂપ-સંયમીને આત્મા જ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે, કારણ કે તે દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ આત્મા જ શરીરમાં વસે છે. મોહને ત્યાગ કરીને જે આત્મા, આત્મામાં આત્મ વડે આત્માને જાણે છે, તેજ તેનું ચારિત્ર, તેજ તેનું જ્ઞાન અને તેજ તેનું દર્શન છે. આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થતું દુઃખ આત્મ જ્ઞાનથી નાશ પામે છે, આત્મજ્ઞાન વિનાના માણસે તપથી પણ તે દુઃખ દૂર કરી શકતા નથી. બધું દુખ આત્માના અજ્ઞાનના કારણે થયેલું છે, અને તે તેના પ્રતિપક્ષરૂપ આત્મજ્ઞાનથી નાશ પામે છે, માટે આત્મજ્ઞાન મેળવવા પ્રયત્ન કર એગ્ય છે. આ આત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને તે કર્મના સંયોગથી શરીરધારી થાય છે, તે જ આત્મ જ્યારે ધ્યાનરૂપ અગ્નિથી કર્મોને બાળી નાખે છે, ત્યારે તે નિરંજન-અશરીરી સિદ્ધ થાય છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયે અને ઈન્દ્રિય વડે જીતાયેલે આત્મા જ સંસાર છે અને કષા અને ઈન્દ્રિયને જીતનારો આત્મા જ મોક્ષ છે.