________________
રર૩
પરિણામને નાશ કરવાનું છે અને એ જ એક આશયે સઘળી ધર્મક્રિયા કરવાની છે.
શંકા--દેવદર્શનથી શુભ પરિણામની વૃદ્ધિ કેવી રીતે થાય ?
સમાધાન-શ્રીજિનમતમાં દેવ તરીકે અષ્ટાદશદોષરહિત, પરમગુણ પ્રકર્ષવાન,અચિત્યશકિતયુક્ત, પરાર્થરસિક,
ક્ય નાયક શ્રી જિનેશ્વરદેવ છે. તેમની મૂર્તિનાં દર્શનાદિ કરવાથી નેત્રની સફલતા, ચિત્તની પ્રસન્નતા, અંતઃકરણની તુષ્ટિ અને શુભ ભાવની વૃદ્ધિઆદિ અવશ્ય થાય છે. શુભભાવની વૃધિથી કર્મક્ષય અને કર્મક્ષયથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
શંકા––મૂર્તિનાં દર્શનથી દેવનાં દર્શન કર્યા એટલે સંતોષ માનવે, એ શું ઘટિત છે?
સમાધાન--શ્રી જિનમતમાં દેવની ભક્તિ કરવા માટે દેવની મૂર્તિનું જ આલંબન પ્રધાનપણે લેવાનું ફરમાવ્યું છે. દેવમૂર્તિના આલંબન વિના દેવની ભક્તિ કરવાનું કાર્ય સર્વક્ષેત્ર અને સર્વ કાળમાં અશકયવત્ બને છે. જેઓ દેવની મૂર્તિને માનતા નથી, તેઓ દેવની વિદ્યમાનતા સિવાયના ક્ષેત્રમાં અને કાળમાં દેવની ભક્તિ કરવા માટે અસમર્થ બને છે.
શંકા-–દેવની વિદ્યમાનતા સિવાયના ક્ષેત્રમાં અને કાળમાં દેવનું નામ લેવાથી કે દેવની આજ્ઞા પાલવાથી શું દેવની ભક્તિ થઈ શકતી નથી?