________________
પણ ધર્મસાધક જરૂરી વસ્તુઓનું દાન આપવું તથા તેમની બને તેટલી શુદ્ધ હદયથી સેવા ભક્તિ કરવી.
આ રીતે જવનનું ઘડતર કરવાથી મનુષ્ય પિતાને વ્યકિતગત વિકાસ સાધી શકે છે. ઉપરાંત સામાજિક ધોરણ પણ ઉંચું આવે છે, એથી રાષ્ટ્રનું નૈતિક ધોરણ પણ ઉચે ચડી શકે છે. ખરી રીતે તે એક જીવની શુભ કરણીની અસર સમગ્ર બ્રહ્માંડ ઉપર પડે છે. આ વ્રતનું આચરણ એ જીવનને નિષ્પાપ બનાવવાની કળા છે. અભ્યાસમાં આગળ વધતાં ધીમે ધીમે મહાવતી પણ બની શકાય છે. જે માણસ સર્વથા નિષ્પાપ બને છે, તે સમગ્ર વિશ્વના ને, અભય દાન આપનાર મહાન દાતાર બને છે.
મહાશ્રાવક. અતિચાર વિનાના બાર તેનું આચરણ કરનાર અને ભકિત પૂર્વક શ્રી જિનમૂર્તિ, જિનમંદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપી સાત ક્ષેત્રમાં પિતાનું ધન વાપરનાર તેમજ દીન, દુઃખી, રેગી, વગેરેને કરૂણાપૂર્વક દાન આપનારે ગૃહસ્થ મહાશ્રાવક કહેવાય છે. કે જે માણસ પાસે ધન વિદ્યમાન હોય છતાં તે ઉત્તમ ક્ષેત્રમાં ખરચી શકતું નથી, તે મનુષ્ય ઉત્તમ ચારિત્ર ધર્મને આચરવા સમર્થ થઈ શકતો નથી. એમાં હેતુ એ છે કે ધન તે બાહ્ય પદાર્થ છે, વળી તે અનિત્ય છે અને અનેક અનર્થોની ખાણ સ્વરૂપ છે, એવી તુચ્છ વસ્તુને પણ જે