________________
ત્યવાળું ઈન્દ્રપણું પણ સવાધીન થાય છે અને અત્યંત દૂર એવા મોક્ષનું સુખ પણ નિકટ આવે છે, માટે અંત. સમયે ચારે પ્રકારના આહારને ત્યાગ કરે.
(૧૦) શ્રી નમસ્કાર મહામંત્ર.
અન્તિમ આરાધના માટે છેલ્લું અને દશમું કૃત્ય શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ છે તે મંત્રને અંત સમયે અવશ્ય સ્મર જોઈએ. પાપપરાયણ જીવને પણ અંત સમયે તે પ્રાપ્ત થઈ જાય, તે તેની ગતિને પણ સુધારી નાંખે છેઃ દેવપણું અગર ઉત્તમ કોટિનું મનુષ્યપણું પ્રાપ્ત કરાવે છે. સ્ત્રીઓ મળવી સુલભ છે, રાજ્ય મળવું સુલભ છે, દેવપણું મળવું સુલભ છે, પણ શ્રી નમસ્કાર મહામંત્રની પ્રાપ્તિ થવી દુર્લભ છે. એક ભવમાંથી બીજા ભવમાં જતી વખતે શ્રી નવકાર મંત્રની સહાયથી પ્રાણીઓ મનવાંછિત સુખને પામે છે. નવકારને મહિમા બતાવતા મહાપુરૂષે. ફરમાવે છે કે-ગારૂડિક મંત્ર જેમ વિષને નાશ કરે છે, તેમ શ્રી નવકાર મંત્ર સમસ્ત પાપરૂપ વિષને નાશ કરે છે. શ્રત કેવળી પણ મરણ સમયે સર્વશ્રતને છેડીને માત્ર એક નવકારનું જ સ્મરણ કરે છે ત્રણ લેકમાં નવકારથી સારભૂત અન્ય કેઈ મંત્ર છે નહિ, તેટલા માટે તેને પ્રતિ દિન પરમભક્તિથી ગણવો જોઇએ. આ નવકાર જે જન્મતી વખતે ગણવામાં આવે તે જન્મ પામ્યા બાદ બહુ ત્રાદ્ધિને આપનારે થાય છે અને મૃત્યુ વખતે ગણવામાં આવે તો મરણ બાદ સુગતિને આપનારે થાય છે, આપત્તિ વખતે ગણવામાં આવે તે સેંકડો આપત્તિઓનું ઉલ્લંઘન થાય છે અને અદ્ધિની વખતે ગણવામાં આવે તે તે ઋદ્ધિ વિ. સ્તારને પામે છે. જેઓના હૃદયરૂપી ગુફામાં નવકારરૂપી