________________
૪૫૪
(૬) દુષ્કૃત મહ. " આ પ્રમાણે ચાર પ્રકારના શરણને સ્વીકારીને એ ચારની સાક્ષિએ જ પિતાનાં દુષ્કતની નિન્દા કરવી જોઈએ. જેમકે –મિથ્યાત્વથી મેહિત બનીને ભવમાં ભટકતાં મેં આજ સુધી મન, વચન કે કાયાથી જેટલાં મિથ્યા મતનાં સેવન કર્યા હોય, તે સર્વની નિન્દા કરૂં છું. ભગવંતના માર્ગને પાછે પાડ્યો હોય કે અસત્ય માને આગળ કર્યો હોય અને બીજાઓને પાપના કારણભૂત બને છે, તે સર્વની હું હવે નિન્દા કરૂં છું.
જંતુઓને ત્રાસ આપનાર હળ, મૂસળ આદિ અધિ. કરણો મેં કરાવ્યાં હોય અને જે કંઈ પાપનાં પિષણ ક્ય હોય તે સર્વની હમણાં હું નિન્દા કરૂં છું.
(9) સુકૃતાનુમોદના. સ્વ-પરનાં સુકૃતની અનુમોદના કરવી જોઈએ. જેમકે – શ્રી જિનભુવન, શ્રી જિનપ્રતિમા, શ્રી જિનાગમ અને શ્રી ચતુર્વિધ સંઘ, એ ઉત્તમ પ્રકારનાં સાતે ક્ષેત્રમાં જે ધનબીજ મેં વાવ્યું હોય અગર મન વચન કાયાથી તેની ભક્તિ કરી હોય, તે સુકૃતની હું વારંવાર અનુમોદના કરું છું. આ સંસારરૂપી સમુદ્રમાં જહાજ સમાન રત્નત્રયીનું સમ્યરીતિએ જે આસેવન મારાથી થયું હોય, તે સુકૃતની હું અનુમંદના કરું છું. શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી આચાર્ય, શ્રી ઉપાધ્યાય, શ્રી સાધુ અને શ્રી સિદ્ધાન્તને વિષે મેં જે બહુમાન