________________
૪પ૩
જેઓને સિદ્ધિ સુખની સંપ્રાપ્તિ થઈ છે, તારૂપી મુદુગરથી જેમણે કર્મરૂપી બેડીઓ તેડી નાખી છે, ધ્યાન રૂપી અગ્નિના સંગથી જેમણે સઘળે કર્મ મળ બાળી નાખ્યો છે, જેમને જન્મ નથી, જરા નથી, મરણ નથી, ચિત્તને ઉગ નથી કે ક્રોધાદિક કષાય નથી, તેવા સુવર્ણ સમાન નિર્મળ શ્રી સિદ્ધોનું મને શરણ હેજે.
બેંતાલીસ દેષ રહિત ભીક્ષા અંગીકાર કરનારા, પાંચે ઈનિદ્રાને વશ કરવામાં તત્પર, કામદેવના માનને તોડનારા, બ્રહ્મવતને ધારણ કરનારા, પાંચ સમિતિઓથી સમિત, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, મહાવત રૂપી મેરુને ભાર વહન કરવાને વૃષભ સમાન, મુક્તિ રમણીના અનુરાગી, સર્વ સંગના પરિત્યાગી, તૃણમણ અને શત્રુ-મિત્રને સમાનપણે જોનારા, મેક્ષના સાધક અને ધીર એવા મુનિવરનું મને શરણ હો.
કોડે કલ્યાણને ઉત્પન્ન કરનારી તથા સર્વ પ્રકારના અનર્થોની રચનાને નાશ કરનારી જીવદયા જેનું મૂળ છે તથા જગતના સર્વ જીવોને હિતકર છે, કેવળજ્ઞાન વડે ભાસ્કર સરિખા દેવાધિદેવ ત્રિલેકનાથ શ્રી તીર્થકર દે વડે પ્રકાશિત છે, પાપના ભારથી ભારે થયેલા અને કુગતિરૂપી ઊંડા ગર્તામાં પડતા બચાવી તેને ઉચ્ચ સ્થાને ધારણ કરી રાખનાર છે, સ્વર્ગ અને અપવર્ગના માર્ગમાં સાર્થવાહ તુલ્ય છે અને સંસારરૂપી અટવીનું ઉલ્લંઘન કરાવી આપવા માટે સમર્થ છે, એવા શ્રી સર્વજ્ઞભાષિત ધર્મનું મને શરણ હજો.