________________
૪૫૫
..
કર્યુ હોય, તેની અનુમાદના કરૂ' છુ'. સામાયિક, ચતુવિ શતિસ્તત્ર, વદન, પ્રતિક્રમણ, કાત્સગ અને પ્રત્યાખ્યાન રૂપ ષડાવશ્યકમાં મેં જે કાંઈ ઉદ્યમ કર્યાં હાય તે સુકૃતની અનુમેાદના કરૂ છું.
(૮) શુભ ભાવ.
મરણ સમયે શુભભાવ લાવવા પ્રયત્ન કરવા જોઈ એઃ જેમકે:-આ જગતમાં પૂર્વે કરેલાં પુણ્ય અને પાપ એ જ સુખ દુઃખનાં કારણેા છેઃ સુખ દુઃખનું કારણ બીજી કાઈ નથી, એમ સમજી શુભ ભાવ લાવવા. પૂર્વે ખાંધેલાં કર્મોના ભોગવટો કર્યા સિવાય છુટકો જ નથી, એમ જાણીને શુભ ભાવ રાખવા. શુભ ભાવ વિના ચારિત્ર, શ્રત, તપ, શીલ, દાન આદિ સ` ક્રિયાએ આકાશ કુસુમની જેમ નિષ્ફલ છે, એમ સમજી શુભ ભાવ લાવવા પ્રયત્ન કરવા. નરકમાં નારકીપણે આ આત્માએ તીવ્ર કલેશેાના અનુભવ કર્યા છે, તે વખતે કાઈ પણ સહાય કરવા આવ્યું નથી, એમ સમજી શુભ ભાવ રાખવે,
(૯) અનશનના સ્વીકાર.
અંત સમયે ચારે પ્રકારનાં આહારના ત્યાગ કરવો અને વિચારવુ' જોઈ એ કે ‘ આ જીવે આજ સુધી મેરુપતના સમૂહથી પણ અધિક આહાર ખાધેા છતાં તૃપ્તિ થઈ નથી, માટે ચતુર્વિધ આહારના સ્વેચ્છાએ ત્યાગ કરવા એ જ હિતકર છે' દેવ મનુષ્ય, તિયાઁચ અને નરક, એ ચારે ગતિએમાં આહાર સુલભ છે, પણ એની વિરતિ અત્યંત દુર્લોભ છે, એમ સમજી ચારે આહારના ત્યાગ કરવા.
આહારના સકામપણે ત્યાગ કરવાથી દેવાના આધિપ