________________
૩૬પ
પગને અંગુઠે, (૧૬) ડાબા પગનો અંગુઠે, (૧૭) જમણે જાનુ (૧૮) ડાબો જાનુ અહીં બીજે નવકાર પુરો થશે અને ત્યાંથી નાભિ સુધી દરેક સ્થાન પર એક એક પદ ગણતાં ત્રીજે નવકાર પૂરે થશે, આ રીતે દર્શન, પૂજનવિગેરે કરતી વખતે તેમજ ધારણાથી પ્રતિમા કલ્પીને પણ ત્રણ નવકાર ગણવા. એથી એકાગ્રતાને અભ્યાસ કેળવાય છે. ચિત્તની એકાગ્રતાના અભ્યાસ માટે અહીં તે માત્ર દિકસૂચન કર્યું છે. જે રીતે સાધકની ચિત્તવૃત્તિ પરમેષ્ઠિએના ધ્યાનમાં એકાગ્ર બને, તે રીતિએ આ અને આવા પ્રકારના બીજા પણ જરૂરી પ્રયત્ન કરવા પ્રયત્નશીલ બનવું એ તાત્પર્ય છે.
કહ્યું છે કે ખ્યાઃ શર્મળ રા૪માવતિ' અર્થાત અભ્યાસથી કાર્યમાં કુશળતા પ્રગટ થાય છે. જે બાળકને એકડો ઘુંટતાં મહિનાઓ વીતે છે, તે પણ સમર્થ વિદ્વાન બન્યાનાં દૃષ્ટાન્ત મળે છે. તેમ પ્રારંભમાં મુશ્કેલ જણાતા પણ જાપ તેને સતત અભ્યાસ થયા પછી સુકર બની.. જાય છે. માટે સાધકે જાપમાં પ્રગતિ સાધવા માટે અભ્યાસ સતત ચાલુ રાખો.