________________
ભગવાનની ભક્તિ એ વાસ્તવિક મુક્તિની જ ભક્તિ છે. ભક્તિ અને મુક્તિને પરસ્પર સાધ્ય-સાધક ભાવ સંબંધ છે. મુક્તિ એ સાધ્ય છે અને ભક્તિ એની સાધક છે. સાચી ભક્તિ એ મુક્તિનું શ્રેષ્ઠ સાધન છે. મુક્તિના સાચા રસિયાઓ મુક્તિ કરતાં પણ ભગવાન (વીતરાગ)ની ભક્તિને અધિક ચાહે છે.
પૂ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર એક સ્થળે ફરમાવે છે કે“ મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું
સબળ પ્રતિબંધ લાગ્યા; ચમક પાષાણ જિમ લેહને ખીચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગે. ૧”
કવિશ્રેષ્ઠ ધનપાળ પંડિત પણ એક સ્થળે કહે છે કે"होही मोहुच्छेओ, तुह सेवाए धुवत्ति नंदामि । जं पुग न बंदियव्यो, तत्थ तुमं तेण झिञ्चामि ॥१॥"
આપની સેવાથી મારા મેહને અવશ્ય નાશ થશે, એથી હું આનંદ પામું છું; પણ પછી હું આપને વંદન કરવા એગ્ય નહિ રહું, તેથી અત્યંત ખેદ પામું છું. ૧
મોહનાશથી કેવળજ્ઞાન અને ટેક્ષ મળશે પણ પછી ભગવાનની ભક્તિ ક્યાં મળી શકશે? આ વાતને ઉપલા કાવ્યમાં ખેદ બતાવે છે. એ ખેદ એમ સૂચવે છે કે ભગવાન ઉપર મોહ એ મેહનાશ કરતાં પણ એક