________________
માણસ પ્રશંસા ન કરે? અર્થાત્ આવા ભાગ્યવાનની બુદ્ધિમાને પ્રશંસા કરે જ. જૈન ધર્મથી રહિત થઈ ચકવર્તી પણ હું ન થાઉં. પરંતુ જૈનધર્મથી યુક્ત દાસ કે ગરીબ થવાનું હું પસંદ કરું. અહા ! ક્યારે હું બધા અંગોને ત્યાગ કરી જીર્ણપ્રાયઃ વસ્ત્રવાળે થઈ શરીર વિભૂષા આદિથી નિરપેક્ષ બની, માધુકરી વૃત્તિથી મુનિચર્યાને આચરનારે બનીશ! દુશીલની સેબતને ત્યાગ કરી ગુરૂ મહારાજના ચરણેની રજમાં આળોટતે હું ચગને અભ્યાસ કરી જન્મ-મરણરૂપી આ ભવને નાશ કરવાને ક્યારે સમર્થ થઈશ? ગાઢરાત્રિમાં શહેરની બહાર નિશ્ચલ ઉભા રહી કાયેત્સર્ગ–ધ્યાન કરતે ઉં, ત્યારે મને થાંભલે ધારી બળદે આવીને પિતાના સ્કંધનું કયારે ઘર્ષણ કરશે? વનમાં પદ્માસન વાળીને બેઠે હોઉં અને મારા ખેળામાં મૃગનાં બાળકે રમતાં હોય, તે વખતે વૃદ્ધ મૃગાધિપે આવીને મને મેં આગળ કયારે સુઘશે? શત્રુના ઉપર અને મિત્ર ઉપર, તણખલા ઉપર અને સ્ત્રીના સમુદાય ઉપર, સેના અને પત્થર ઉપર, મણિ અને માટી ઉપર, મેક્ષ અને ભવ ઉપર એક સરખી બુદ્ધિવાળે અર્થાત્ રાગ-દ્વેષ વિનાને હું કયારે થઈશ મોક્ષ મહેલ ઉપર ચડવાને ગુણઠાણની શ્રેણિરૂપ નિસરણ સરખા તથા પરમ આનંદરૂપ લતાના કંદ સરખા મને રથ શ્રાવકોએ સવારના પહેરમાં કરવા. આ પ્રમાણે દિવસરાતની ચર્યાને અપ્રમાદીપણે આચરતા અને પૂર્વે જેવી રીતે કહ્યું છે તેવી