________________
૪૪s રીતે વ્રતમાં રહેલે ગૃહસ્થ પણ વિશુદ્ધ થાય છે. અર્થાત્ પાપને ક્ષય કરી શકે છે.
| અંતિમ સંલેખના
શ્રાવક જ્યારે આવશ્યક કર્તવ્ય કર્મો કરવાને અશક્ત થઈ જાય, અથઇ. મરણ નજીક આવ્યું જણાય, ત્યારે કમેકમે ભેજન ત્યાગ તેમજ કોધાદિ કષાને પાતળા કરવા રૂપ સંલેષણા કરી સંયમ અંગીકાર કરે. તથા શ્રીમાન અરિહંતના જન્મકલ્યાણક, દક્ષાકલ્યાણક, કેવળજ્ઞાન કલ્યા. ણક યા મેક્ષ કલ્યાણક જેવાં સ્થળોમાં જવું. અથવા તેવાં સ્થળ નજીક ન હોય તે ઘરમાં કે વનમાં જીવ જતુ રહિત સ્થળમાં જઈને, ચારે પ્રકારના આહારને ત્યાગ કરી, પંચ. પરમેષ્ટિ નમસ્કાર મહામંત્રના જાપમાં તત્પર થવું. આ રીતે આરાધના કરી અરિહંતાદિ ચાર શરણને અનન્ય ભાવે આશ્રય કરે તથા આ લોક સંબંધી, પરલેક સંબંધી, જીવિત સંબંધી કે મરણ સંબંધી આશંસાને (ઈચ્છાનો) તથા પિતાના તપના બદલામાં અમુક ફળ મને મળે, એવા નિયાણુને ત્યાગ કરી, સમાધિરૂપ અમૃતથી સિંચાયેલ, પરિષહ તથા ઉપસર્ગોથી નિર્ભય અને જિનેશ્વર ભગવાનની ભક્તિમાં લીન રહીને આણંદ શ્રાવકની માફક સમાધિ મરણ અંગીકાર કરે.
આ અંતિમ સંલેખના વતની આરાધના શ્રાવક જીવનમાં અતિ પ્રજનભૂત, રહસ્યભૂત તથા લાભકારક હોવાથી તેને હવે પછીના સાતમા પ્રકરણમાં થોડા વિસ્તારથી વિચારીએ.