________________
પ્રકરણ , મું. સંલેષણ વતની આરાધના.
સર્વ પ્રકારની આરાધનાઓમાં સૌથી વધુ અગત્યની આરાધના શ્રી જૈન શાસને દર્શાવી છે, તે અંતિમ આરાધના છે. તેનું બીજું નામ સંલેષણ વ્રત છે. જીવનમાં કરેલી સઘળી આરાધનાની સફળતાને આધાર આ અંતિમ આરાધના ઉપર છે. અંતિમ વખતે એટલે આયુષ્યના અંત સમયે કરવા એગ્ય આરાધના કર્યા વિના જ મૃત્યુ થઈ જાય, તે ગમે તેવા આરાધક આત્માની પણ ગતિ બગડી જાય. એટલું જ નહિ પણ કર્મવશાત્ જીવનપર્યત જે આત્મા આરાધના નથી કરી શક્યો તે આત્મા પણ જે આ પર્યત આરાધનાને સાધી લે તે તેની ગતિ સુધરી જાય, એ આ અંતિમ આરાધનાને મહિમા છે. શ્રી જિનશાસનમાં રહેલા સાધુ યા શ્રાવક પ્રત્યેકને એ હમેશને મને રથ હોય છે, કે મારૂં મરણ આરાધનાપૂર્વક થાઓ” અર્થાત્ “મરણ વખતે હું આરાધનાપૂર્વક કેવી રીતે મરણ પામું” એની સતત ચિંતા એને હેય છે. એ આરાધના સંક્ષેપથી અહીં જણાવવામાં આવે છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે “આત્મા, મરણ સમયે ભક્તપરિજ્ઞા નામના પ્રકીર્ણકમાં કહેલા વિધિ મુજબ મરે છે,