________________
૪૩૪
પ્રવૃત્તિમાં જોડાવું, એ એને પરિપાક છે. તથા ધૈર્ય અને સિદ્ધિ પ્રાપ્ત કરવી, એ એને અતિશય છે. શ્રદ્ધાદિ ગુણોના પરિપાક અને અતિશયથી પ્રધાનપરોપકારના હેતુભૂત અપૂર્વ કરણ નામના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે
લાભને કેમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાથી મેધા, મેધાથી ધતિ, વૃતિથી ધારણા અને ધારણાથી અનુપ્રેક્ષા. તથા વૃદ્ધિને ક્રમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાની વૃદ્ધિથી મેધાની વૃદ્ધિ, મેધાની વૃદ્ધિથી પૃતિની વૃદ્ધિ, ધૃતિની વૃદ્ધિથી ધારણાની વૃદ્ધિ અને ધારણાની વૃદ્ધિથી અનુપ્રેક્ષાની વૃદ્ધિ થાય છે. અરિહંત ચેઈઆણું” ને પાઠ કહ્યા પછી
અન્નત્થ” કહી એક નવકારને કાત્સર્ગ કરી કાર્યોત્સર્ગ પાળી નમોહંતુ કહી એક થેય કહેવી. कल्लाणकंदं पढम जिणिदं, संतितओ नेमिजिण मुर्णिद; पास पयासं सुगुणिक्कठाण, भत्तिइ वन्दे सिरिवद्धमाण ॥१॥
ઉપર કહી તે અથવા ગમે તે એક સ્તુતિ બેલી ચૈત્યવંદનની ક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.
ગુરૂવંદન અને પચ્ચખાણ ચૈત્યવંદન કર્યા બાદ ગુરૂ મહારાજ પાસે વિનય પૂર્વક વિશુદ્ધ ભાવથી પચ્ચક્ખાણ કરવું.
ગુરૂમહારાજને વિનય કરવાની વિધિ આ પ્રમાણે છે.