________________
૪૩૩
ધારા-ધારણાવડેઃ અવિસ્મરણ પૂર્વક કિન્તુ શૂન્યચિત્તે નહિ. ધારણ-જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થનારી, પ્રસ્તુત એક વસ્તુને વિષય કરનારી તથા અવિશ્રુતિ,મૃતિ અને વાસના રૂપભેદવાળી ચિત્ત પરિણતિઃ શાસ્ત્રમાં એને “સાચા મોતીની માલાને પરાવવા” ના દષ્ટાંતની સાથે સરખાવી છે. તેવા પ્રકારના ઉપયોગની દઢતાથી તથા યથાયોગ્ય અવિક્ષિપ્તપણે સ્થાનાદિ વેગમાં પ્રવૃત્તિ થવાથી યોગ રૂપી ગુણની માલા નિષ્પન્ન થાય છે.
અપેક્ષા–અનુપ્રેક્ષા વડે વિચારણા પૂર્વક કિતુ કેવળ પ્રવૃત્તિ માત્ર રૂપે નહિ. અનુપક્ષા-જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે - પશમથી ઉત્પન્ન થયેલે અનુભૂત અર્થના અભ્યાસને એક પ્રકાર, પરમ સંવેગને હેતુ, ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રતીતિ કરાવનાર, કેવલજ્ઞાનની સન્મુખ લઈ જનારે ચિત્તને ધર્મ. શાસ્ત્રમાં એને “રત્નશોધક અનલ” ની ઉપમા આપવામાં આવી છે. રત્નને પ્રાપ્ત થયેલ રત્નશોધક અનલ જેમ રત્નના મલને બાળી નાંખી શુદ્ધિ પેદા કરે છે, તેમ આત્મરત્નને પ્રાપ્ત થયેલે અનુપ્રેક્ષા રૂપી અનલ કમકમલને બાળી નાંખી કૈવલ્યને પેદા કરે છે. કારણ કે તેને તે સ્વભાવ જ છે.
આ શ્રદ્ધાદિ પાંચ ગુણે અપૂર્વકરણ નામની મહાસમાધિના બીજ છે. તેના પરિપાક અને અતિશયથી અપૂર્વ કરણની પ્રાપ્તિ થાય છે. કુતર્કોથી ઉત્પન્ન થતા મિથ્યા વિકલ્પને દૂર કરી શ્રવણ, પઠન, પ્રતિપત્તિ, ઈચ્છા અને
ધ-૨૮