________________
૪૩
ત્નથી પ્રાપ્ય છે, માટે પ્રાર્થના કરવાની છે. અથવા ક્ષો પશમિક સમ્યક્ત્વની અપેક્ષાએ શાયિક . સમ્યકત્વ શીવ્ર ફસાધક છે, તેને માટે પણ આ પ્રાર્થના કરવાની છે. નિરૂપસર્ગ-મક્ષ પણ ક્ષાયિક સમ્યક્ત્વને આધીન છે. ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિને ભાવ ટકાવી રાખવા માટે મેક્ષની પ્રાર્થના પણ સાર્થક છે.
સાણ-શ્રદ્ધા વડેઃ મારી ઈચ્છા વડે કિન્તુ કોઈના બલાત્કારાદિથી નહિ. શ્રદ્ધા–મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષેપમાદિથી જન્ય ચિત્તની નિજ અભિલાષા રૂપ એક પ્રકારની પ્રસન્નતા. આ શ્રદ્ધા જીવાદિ તાત્તિવક પદાર્થને અનુસરનારી બ્રાંતિને નાશ કરનારી તથા કર્મફળ, કમ સંબંધ અને કર્મના અસ્તિત્વની સમ્યક્ પ્રતીતિ કરાવનારી છે. શાસ્ત્રમાં એને “ઉદપ્રસાદકમણિની ઉપમા આપવામાં આવી છે. સરોવરમાં નાખેલ “ઉ પ્રસાદકમણિ જેમ પંકાદિ કાલુષ્યને દૂર કરી સ્વચ્છતાને પમાડે છે, તેમ શ્રદ્ધામણિ પણ ચિત્તરૂપી સરોવરમાં રહેલ સંશય-વિપર્યયાદિ કાલુષ્યને દૂર કરી ભગવાન અરિહંતપ્રભુતમાર્ગ ઉપર સ
મ્યગુ ભાવ ઉત્પન્ન કરે છે. • મે-મેધાવડે સમજપૂર્વક કિન્તુ જડપણે નહિ. મેધા–જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થત ગ્રન્થગ્રહણ પટુપરિણામ-એક પ્રકારને સત્રન્થમાં પ્રવૃત્તિ કરાવનારે પરિણામ. પાપશ્રતની અવજ્ઞા કરાવનાર તથા ગુણવિનયાદિ વિધિમાં જોડનારો ચિત્તને ધર્મ. શાસ્ત્રમાં