________________
૪૩૦
હવે વન્દનાદિ શા માટે? તે કહે છે.
વોફિમવત્તિયા-બધિલાભ નિમિત્તે બેધિ એટલે શ્રી અરિહંત પ્રણીત ધર્મની ભાવથી પ્રાપ્તિ.
હવે ધિલાભ શા માટે? તે કહે છે.
નિરવત્તિયાણ-નિરૂપસર્ગ નિમિત્તે નિરૂપસર્ગ એટલે જન્માદિ ઉપસર્ગ રહિત સ્થાન-મોક્ષ.
શ્રદ્ધાથી રહિત આત્માને આ કાર્યોત્સર્ગ કરવા છતાં અભિલષિત અર્થની સિદ્ધિ માટે થતું નથી. માટે “સદ્ધાં ઈત્યાદિ પદે કહે છે. ___सद्धाए, मेहाए, धीइए, धारणाए, अणुप्पेहाए, बड्डमाणीए કામિ –વધતી એવી શ્રદ્ધા વડે, મેધા વડે, તિવડે, ધારણવડે અને અનુપ્રેક્ષાવડે હું કાન્સ કરું . વધતી કિન્તુ અવસ્થિત નહિ. વધતી શ્રદ્ધા, વધતી મેધા, વધતી પ્રતિ, વધતી ધારણા અને વધતી અનુપ્રેક્ષા. સાધુ અને શ્રાવકને બધિલાભ હોય જ છે, તે પછી તેની પ્રાર્થના કરવાની શી જરૂર ? બે ધિલાભ હવાથી મોક્ષ પણ મળવાને જ છે, તે પછી તેની અભિલાષા કરવાની પણ શી જરૂર? એ જાતિની શંકા નહિ કરવી, કિલષ્ટકર્મના ઉદયથી કદાચિત પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ ચાલી પણ જાય અથવા જન્માંતરમાં તે ન પણ મળે, એ કારણે તેની પ્રાર્થના કરવી ઉચિત છે. અપ્રાપ્તની પ્રાપ્તિ માટે જ પ્રાર્થના હોય છે એમ નથી કિન્તુ પ્રાપ્ત થઈને ચાલી ગયેલું પણ પ્રય