________________
૪૪૦
ચિંતન કરે. ત્યારબાદ દેવમંદિરમાં જઈ મધ્યાહૂનકાળની દેવપૂજા કરે. તે કર્યા પછી ઘેર જઈને ભજન કરે. ભેજનના કાર્યને પતાવીને શ્રાવકે ધર્મરહના જાણકારોની સાથે શ્રીજિનકથિત તના રહસ્યને વિચાર કરે. કારણ કે શાસ્ત્રીય તને સમ્યગ વિચાર આત્માને શુદ્ધ માર્ગમાં દેરનાર છે. પાપરૂપરેગનું પારમાર્થિક ઔષધ છે અને પુણ્યનું પરમ કારણ છે.
પછી પાછલા પહેરે જે બે વાર ભજન કરતો હોય તે ભજન કરી લે. અને સંધ્યાકાળ થતાં ત્રીજીવાર ધૂપ દીપક આદિથી દેવપૂજા કરે. પછી સાધુની પાસે જઈ યથાવિધિ આવશ્યક ક્રિયાઓ કરે.
પડાવશ્યક
આવશ્યક ક્રિયા એ શ્રાવકેનું દરરોજનું કર્તવ્ય છે. વીર પરમાત્માને શાસનમાં સપ્રતિક્રમણ ધર્મ છે જે દિવસે તીર્થની સ્થાપના થાય છે, તેના પ્રથમ દિવસથી જ શ્રી ચતુર્વિધ સંઘમાં આ ક્રિયાની શરૂઆત થાય છે.
આવશ્યક સૂત્રને અર્થથી પ્રગટ કરનાર અનંતજ્ઞાની અરિહંત પરમાત્મા છે અને તેને સૂત્રરૂપે ગુથનાર બુદ્ધિ નિધાન ગણધર ભગવતે છે. તેથી એનું રહસ્ય અતિગંભીર છે. જીવનવિકાસ માટેના સમગ્ર ગો આ ક્રિયામાં એકજ સ્થળે ઉપકારી ભગવંતોએ કુશળતા પૂર્વક ગોઠવી દીધા છે. તેથી આ આવશ્યક ક્રિયા સામાન્ય વસ્તુ નથી પણ એને