________________
૪૪૨ તથા સામાયિક આદિ સર્વ આવશ્યક વડે વર્યાચારની વિશુદ્ધિ થાય છે.
આ રીતે આવશ્યક પાંચ પ્રકારના આચારની વિશુદ્ધિ કરે છે. પંચાચારનું પાલન એજ ખરૂ મુક્તિમાર્ગનું આરાધન છે. આવશ્યક કિયા ને તૃતીય વિદ્યનાં ઔષધની (અર્થાત્ દેષ હોય તે તેને દૂર કરે, અને ન હોય તે ઉપરથી ગુણ કરે) ઉપમા શાસ્ત્રકારોએ આપી છે. અને તે સાર્થક છે
આવશ્યક ક્રિયા વડે જ્ઞાનાદિ આચારમાં લાગેલા દેશે દૂર થાય છે અને આત્માના દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય આદિ ગુણોની પુષ્ટિ થાય છે તેથી આવશ્યક ક્રિયાની ઉપગિતા શ્રી તીર્થકરદેએ સ્થાપિત કરેલી છે.
સ્વાધ્યાય
આવશ્યક ક્રિયા પૂર્ણ થયા બાદ શ્રાવક સ્વાધ્યાય કરે. જિનશાસનમાં સ્વાધ્યાયને મેક્ષનું પરમ અંગે કહ્યું છે. સંયમના અસંખ્ય વ્યાપારમાંથી કઈ પણ વેગમાં વર્તતે. જીવ પ્રતિસમય અસંખ્ય ભવેનાં કર્મોને ખપાવે છે તે પણ સ્વાધ્યાય ચોગમાં વર્તતે જીવ સ્થિતિ અને રસ વડે કર્મોને વિશેષ કરીને ખપાવે છે. કર્મક્ષયના મુખ્ય હેતુઓ બે છે. એક તો મન, વચન અને કાયાના અશુભ વ્યાપારને નિગ્રહ અને બીજું તે ત્રણેનું શુભ વ્યાપારમાં પ્રવર્તન. આ.