________________
૪ર૭
અત્યંત અનવદ્ય ચરણ-કરણ સ્વરૂપ ધર્મોની ખાણ છે, તથા એ ધર્મોને અખંડિત આરાધનારા વિશ્વના સર્વ શ્રેષ્ટ સન્દુરુષનું આશ્રયધામ છે. પુણ્યને જ એક વ્યાપાર કરનારા પરમ શ્રેષ્ટિએ સ્વરૂપ પરમેષ્ઠિઓ, એ શ્રી જૈન શાસનની પેદાશ છે, તેથી શ્રી જૈન શાસન એ ગુણરત્નની ખાણ અને પુણ્ય પુરુષનું નિધાન બની જાય છે.
તે જ કારણથી એ સર્વ કલ્યાણનું કારણ છે. કલ્ય એટલે સુખ, તેને લાવે તે કલ્યાણ, સુખને લાવનારાં જેટલાં સાધને આ વિશ્વમાં છે, તે સાક્ષાત્ કે પરંપરાએ શ્રી જૈન શાસનથી ઉત્પન્ન થયેલાં છે. સુખનું કારણ ધર્મ છે અને ધર્મની પ્રેરણા આપનાર શ્રી જૈન શાસન છે, તેથી શ્રી જૈનશાસન એ પ્રધાન અને શ્રેષ્ઠ ધર્મ બની જાય છે, અને તેથી જ ત્રણે કાળમાં ટકી રહેવાને સૌથી વધારે લાયક છે. ત્રણેય કાળ અને ત્રણેય લેકમાં ઉત્પન્ન થનારા ઉત્તમ આત્માઓ તે જ ધર્મની આરાધના કરવા માટે સુસજજ રહે છે. દેવેમાં ઈન્દ્ર, ચંદ્ર અને નાગેન્દ્રાદિની પદવીઓ, તથા મનુષ્યમાં બળદેવ, વાસુદેવ અને ચક્રવર્તી આદિનાં પદો અપાવનાર કેવળ એક શ્રી જૈનધર્મની આરાધના જ છે. આ લેકમાં અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિ, તથા પરલેકમાં મુક્તિ, મુક્તિ ન મળે ત્યાં સુધી સુગતિ, સુગતિ બાદ સુકુલ જન્મ અને સુકુલમાં પણ બધિરત્નાદિની પ્રાપ્તિ ભવ્ય જીને થાય છે, તે બધુંય શ્રી જિનધર્મરૂપી કલ્પ તરુની આરાધનાનાં જ સુફળે છે. એવા શ્રી જૈન શાસનને. વિજય ત્રણે ભુવનમાં સદાકાળ વિજયવંત છે.