________________
૪to
હિંસાદિ અસત પ્રવૃત્તિથી દુર્ગતિની પરંપરા ઉત્પન્ન થાય છે. તે બધાને રોકવાનું સાધન યથાર્થ જ્ઞાન છે અને યથાર્થ જ્ઞાનનું સાધન યથાર્થ ઉપદેશ છે. - યથાર્થ ઉપદેશના શ્રવણથી જે આત્માઓના અજ્ઞાન અંધકારને નાશ થાય છે, તે આત્માઓ ધીમે ધીમે ક્રોધ, લેભ, ભય આદિ દોષથી મુક્ત થતા જાય છે. જેમ જેમ કોધ, લેભ, ભયાદિ દેથી મુક્ત થતાં જવાય છે, તેમ તેમ હિંસા, અસત્ય, અબ્રહ્મ આદિ અસત્ પ્રવૃત્તિઓ પણ અટકતી જાય છે. અસત્ પ્રવૃત્તિઓ અટકવાથી નવીન કમને બંધ અટકી જાય છે અને સત્ પ્રવૃત્તિઓના સેવનથી પૂર્વક નાશ થતું જાય છે. પરિણામે ઉત્તમ જન્મની પરંપરા સાથે થોડા જ સમયમાં ઘાતી કર્મોના નાશથી સાધ્ય કેવળજ્ઞાન, અને સર્વ કર્મોને નાશથી સાધ્ય મુક્તિ એ બેની જીવને પ્રાપ્તિ થાય છે. આ બધા લાભની પરંપરાનું મૂળ કારણ યથાર્થ ઉપદેશ છે અને યથાર્થ ઉપદેશમાં હેતુ કેવળજ્ઞાન અને વીતરાગતા છે અને તે ત્રણેને ધારણ કરનારા જગદ્ગુરૂ કહેવાય છે. તેવા જગદ્ગુરૂઓના વિજયમાં યથાર્થ ઉપદેશનો, કેવળજ્ઞાનને, અને (સર્વદેષરહિત સર્વગુણસહિત) વીતરાગતાને વિજય ઈચ્છાય છે. એ ત્રણેના વિજયમાં સત્યને વિજ્ય રહે છે અને સત્યના વિજયમાં ત્રણ જગતને સાક્ષાત્ કે પરંપરાએ વિજય રહેલે છે.
વીતરાગ અને જગદ્ગુરૂને વિજય ઈચ્છવા પૂર્વક બુદ્ધિમાં